Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પોરબંદરમાં હરિમંદિર પાટોત્સવઃ અંબાણી પરિવાર સહિત મહેમાનો પધારશે

પૂ. રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપની ગૌરવ એવોર્ડ, શાસ્ત્રીય નૃત્ય સહિત કાર્યક્રમોઃ તા. ૨૦ થી તા. ૨૪ સુધી નિદાન કેમ્પના આયોજન

પોરબંદર, તા. ૧૩ :. શ્રી હરિ મંદિર પાટોત્સવ ૨૦૧૮નું તા. ૨૦ થી તા. ૨૪  સુધી શ્રીમદ્દ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં આયોજન કરેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સંસ્કૃતિ શ્રધ્ધા વિશ્વાસનું સિંચન કરતાની સાથોસાથ માનવ સેવા યજ્ઞ સાથે ઉજવાશે. તા. ૨૧-૧-૨૦૧૮ રવિવાર બપોરના ૩.૦૦ થી ૬.૩૦ સુધી 'સંદિપની ગૌરવ એવોર્ડ' વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને મહાપુરૂષોનું ભાવપૂજન અને કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં સાંદિપની ગૌરવ એવોર્ડ દેવર્ષિ એવોર્ડથી સન્માનીત પ.પૂ. સદગુરૂ શ્રી હરિચરણદાસજી મહારાજ (બ્રહ્મલીન રણછોડદાસજી મહારાજ આશ્રમ ગોંડલ)ને અર્પણ કરશે.

બ્રહ્મર્ષિ એવોર્ડ પ્રા. ડો. વિજયશંકર પંડયા અમદાવાદને અર્પણ કરાશે. રાજર્ષિ એવોર્ડ આદરણીય બજરંગલાલ તાપડીયાજી (શ્રી સુરજમલજી તાપડીયા પરિવાર મુંબઈ જસવંતગઢ)ને અર્પણ કરાશે. મહિર્ષ એવોર્ડ શ્રી નટવરભાઈ દેસાઈ, મુંબઈ ભાવનગરને અર્પણ તેમજ ભાગવત ચિંતન યાત્રા તા. ૨૦ શનિવારથી તા. ૨૩-૧-૨૦૧૮ મંગળવાર પ્રતિદિવસ સવારના ૯.૦૦ થી ૧૨.૦૦ સુધી રાખેલ છે.

ઋષિકુમાર ડો.ભરત શીલુ, ડો.રીનાબહેન ત્રિવેદી, ડો.પંકજ ત્રિવેદી, ઋષિકુમાર ધવલ જોષી, ડો.શ્રી બલભદ્રસિંહ ચુડાસમા, ડો.અનિલ દ્વિવેદી, શ્રી નીતિન પુરોહીત, ડો.સ્નેહલ જોશી, ડો.હેતલ પંડયા, ઋષિકુમાર ઘનશ્યામ ઠાકુર, શ્રી દિલીપ ભટ્ટ, ડો.મનસુખ પટોલીયા ચિંતનસભામાં ઉપસ્થિત રહેશે સાથે વાર્ષિકોત્સવ બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયનો તા.ર૦-૧-ર૦૧૮ શનિવાર બપોરના ૩-૦૦ થી ૬-૩૦ ગુજરાત મહાકાલીન યુગના સુપ્રસિધ્ધ કવિ ભુથરજીના ગ્રંથનું લોકાર્પણ તા.રર-૧ના સોમવારે બપોરના ૩-૦૦ થી ૬-૩૦ સુધી સંકલન શ્રી સાંઇરામ દવે ચિંતક, લેખક અને સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર, ભારતીય શાસ્ત્રીય નૃત્ય તા.રર-૧-ર૦૧૮ સોમવાર રાતના ૯-૦૦ થી ૧૦-૩૦ વાગ્યા કલાકાર સિધ્ધિ દેસાઇ-મુંબઇ, વાર્ષિકોત્સવ સાંદીપનિ ગુરૂકુલ તા.ર૩-૧-ર૦૧૮ મંગળવાર અને તા.ર૪-૧-ર૦૧૮ બુધવાર બપોરના ૩-૦૦ થી ૬-૩૦ સુધી.

તા.ર૪ શ્રી હરિમંદિર અભિષેક, પુજન, અર્ચન બુધવાર સવારના ૬-૩૦ થી અભિષેક, પુજન, અર્ચન મનોરથ 'શ્રી લક્ષ્મીનારાયણ' સેવા મુખ્ય યજમાન શ્રી બજરંગલાલ તાપડિયા પરિવાર મુંબઇ 'શ્રી રાધાકૃષ્ણ સેવા' શ્રી બજરંગલાલ તાપડિયા-મુંબઇ શ્રી રામદરબાર, શ્રીમતિ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી પરિવાર મુંબઈ 'શ્રી કરૂણામય માતાજી સેવા' શ્રી વિનોદભઆઈ સાધુ પરિવાર દિલ્હી 'શ્રી ચંદ્રમૌલીશ્વર સેવા' શ્રીમતી ઈન્દીરાબેન મહેન્દ્રભાઈ પરિવાર નાઈરોબી 'શ્રી ગણેશજી સેવા' શ્રી પ્રમોદરાય તથા શ્રીમતી પુષ્પાબેન તાપડીયા પરિવાર મુંબઈ 'શ્રી હનુમાનજી સેવા' શ્રીમતી ગીતાબેન દર્શનકુમાર વ્યાસ પરિવાર ગોધરા 'અન્નકુટ મનોરથી' શ્રીમતી દર્શનાબેન દિનેશભાઈ કાપડીયા પરિવાર ન્યુયોર્ક અમેરિકા ઉપસ્થિત રહેશે.

વિનામૂલ્યે વિવિધ મેડીકલ કેમ્પમાં દંતયજ્ઞ તા. ૨૦ થી તા. ૨૩ સવારના ૧૦.૩૦ થી ૧.૦૦ તેજજ્ઞ દંતવૈદ સરોજબેન જોષી(રાજકોટ), સ્થળઃ સાંદીપની નિકેતન - આંખ નિદાન કેમ્પઃ સ્થળ ધામેચા હોસ્પીટલ સવારે ૧૦.૩૦ થી ૧.૦૦ શ્રી ફુલીન કોઠારી, મુંબઈ પલમોનોલોજી કેમ્પ (ફેફસા શ્વાસ દર્દના કેમ્પ) સ્થળ લાલન હોસ્પીટલ તા. ૨૨ સવારના ૯.૩૦ થી ૧.૦૦ રાખેલ છે.(૨-૯)

(12:07 pm IST)