Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

દેરડીકુંભાજીનું ધો.૧૦નું પરીક્ષા કેન્દ્ર બંધઃ ધારાસભ્યની રજુઆત

ગોંડલ તા. ૧૩ : ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગ્રામ પંચાયતે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી જણાવ્યું કે દેરડીકુંભાજીમાં ધોરણ ૧૦ નું પરીક્ષા કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે શિક્ષણ તંત્ર દ્વારા તેને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અમને જણાવવામાં આવ્યું છે જો આ કેન્દ્ર બંધ કરાવવામાં આવશે તો દેરડીકુંભાજીના તેમજ આજુબાજુના ૧૮ ગામના પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ અંગે તાકીદે નિર્ણય લેવામાં નહી આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા રહે આંદોલન છેડવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

(12:05 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST