Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2016

સ્‍વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા પુષ્‍પાબે મહેતા : ૧૧૧મી જન્‍મજયંતિ

એક અભુતપૂર્વ વ્‍યક્‍તિત્‍વ

ગુજરાતના અનન્‍ય સમાજ સેવિક, શ્રી પુષ્‍પાબહેન મહેતાનો જન્‍મ વર્તમાન ગીર સોમનાથ જિલ્લાના  પ્રભાસ પાટણ ખાતે તા.૨૧/૩/૧૯૦૫ ના રોજ થયો હતો. સમાજસેવા  અને નારી કલ્‍યાણ ક્ષેત્રે મહત્‍વનું પ્રદાન કરનાર પુષ્‍પાબહેન વડનાગર  જ્ઞાતિના  હતા. તેમના  પિતાનું  નામ શ્રી હરિપ્રસાદ અને માતાનું નામ હેતુ બહેન હતુ. પુષ્‍પાબહેન સૌરાષ્‍ટ્રના  પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી શંભુપ્રસાદ દેસાઇના  મોટાબહેન થતા હતા.તેમણે પ્રાથમિક  શિક્ષણ ઘેર રહી  અને માધ્‍યમિક  ર્શિક્ષણ અમદાવાદમાં મેળવ્‍યું હતુ. તેમને  કરૂણા, અભય અને સાહસિકતાના ગુણ વારસામાં  મળ્‍યા હતા. ૧૫ વર્ષની વયે પુષ્‍પાબેન ર્સાહિત્‍ય, લેખો લખતા  થઇ ગયા હતા. ઘરના સંસ્‍કારી અને ર્ધાર્મિક વાતાવરણની તેમની ઉપર ઘણી અસર હતી. ૧૪ વર્ષની વયે ભાવનગરના  જનાર્દન મહેતા  સાથે ઇ.સ. ૧૯૧૯માં લગ્ન થયા હતા.

 પુષ્‍પાબેનની વિદ્યાપ્રિતી અને ર્પ્રતિમા પારખી ર્પતિએ અધુરો અભ્‍યાસ ચાલુ રાખવા  પ્રોત્‍સાહન આપ્‍યું હતુ.તેઓ ઇન્‍ટરમાં હતા. ત્‍યારે ૧૯૩૧માં તેમના  પતિનું અવસાન થયું હતુ.  બી.એ. અને એમ.એ થયા  પછી માધ્‍યમિક માર્ધ્‍યમિક  શાળામાં શિક્ષિકા તરીકે પણ જોડાયા હતા.

૨૬ વર્ષની નાની  ઉંમરે વૈધત્‍વનો ખાલીપો દુર કરવામાં કુદરતે સહાય કરી હોય તેમ તેમનો પરિચય ક્રાંતિકારી વીરાંગના શ્રી મૃદુલા સારાભાઇ સાથે થયો હતો. આઝાદી સંગ્રામની લડતમાં પુષ્‍પાબેન ની શક્‍તિ જોઇને મૃદુલાબહેન ને તેમને જાહેર જીવનમાં ર્પ્રેરિત કરીને જ્‍યોતિ  સંઘમાં ૧૯૩૪ માં જોડાયા હતા.

અત્રે  ઉલ્લેખનીય છે કે અમદાવાદ ની ખ્‍યાતનામ મહિલા  સંસ્‍થા ‘જ્‍યોતિ સંઘ' ની સ્‍થાપના સ્‍વાતંત્ર્ય - સંગ્રામ દરમ્‍યાન થઇ હતી. આ સંસ્‍થા  મહિલા અન્‍યોઓ સામે મહિલાઓને  ન્‍યાય અપાવવા ઠોસ કામગીરી કરતી હતી. જ્‍યોતિ સંઘના મહિલા અગ્રણીઓમાં શ્રીર્મતિ  મૃદુલા સારાભાઇ, શ્રીર્મતિ ચારુબહેન યોધ્‍ધા, સુશીલાબહેન માવલંકર, હેમલતાબેન  હેગીષ્‍ઠે, ઇન્‍દુમતીબેન શેઠ ર્વિગેરેનો સમાવેશ થતો હતો.

શ્રી પુષ્‍પાબેને જ્‍યોતિ સંઘમાં આવતી અનેક પીડિત શોષિત તરછોડાયેલીસ્ત્રીઓની વ્‍યથા - કથાને સમજી તેને દૂર કરવાના પ્રયત્‍નો સાથે તેઓને આત્‍મનિર્ભર જીવતા શીખવ્‍યુ. શ્રી પુષ્‍પાબેન મહેતા  આના  અનુસંધાને અમદાવાદ  ફતેહપુર આગળ આવેલી સૌરાષ્‍ટ્ર, સોસાયટીમાં નારી વિકાસગૃહની ૧૯૩૭માં સ્‍થાપના કરી હતી. જ્‍યાં લાચાર, ર્નિરાધાર, ખાસ કરીને દલિત બહેનોને સ્‍વમાનપૂર્વક જીવતા  શીખવ્‍યું હતુ. અહીં બાલમંદિરથી માધ્‍યમિક  ર્શિક્ષણ, છાત્રાલય, વૃધ્‍ધાઓ માટે માતૃગૃહ , હોસ્‍પિટલ, શિવણ, સંગીત, ર્પ્રિન્‍ટીંગ પ્રેસ શરૂ કરી  નિવાસી બહેનોને સ્‍વાવલંબી બનાવ્‍યા હતા. સૌરાષ્‍ટ્રમાં પણ  બહેનોના  પ્રશ્નો ઉકેલવા માટે વઢવાણમાં ‘વિકાસ  વિદ્યાલય' અને રાજકોટમાં ‘કાંતા સ્રી વિકાસ ગૃહ'ની સ્‍થાપના કરી હતી. શ્રી પુષ્‍પાબેન ને  ૧૯૪૨નીૅ સ્‍વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લઇને ભુગર્ભવાસીઓને મદદ કરી હતી. વિદેશી કાપડના  બહિષ્‍કાર અને દારૂની દુકાનો  ઉપરના  પ્રીકેટીંગની ચળવળોમાં પણ ભાગ લીધો હતો. આઝાદી બાદ જૂનાગઢે પાકિસ્‍તાન સાથે જોડાવા કરેલ નિર્ણયના  ર્વિરુધ્‍ધમાં રચાયલ આરઝી હકુમતમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો.

સૌરાષ્‍ટ્ર સરકારની રચના થતા મુ. ઉછંગરાથી ઢેબરભાઇની સરકારમાં પુષ્‍પાબહેન  સ્‍પીકરપદે નિમાયા હતા. ૧૯૫૨ થી ૧૯૬૧ સુધી  વિધાનસભા સભ્‍ય અને ૧૯૬૬ થી ૅ૭૨ રાજ્‍યસભાના  સભ્‍ય તરીકે રહી પ્રજાના પ્રશ્નોની લોક પ્રતિનિધિ રજુઆતો કરી હતી. સામાજિક ક્ષેત્રે સક્રિય યોગદાન બદલ  ભારત સરકાર નો ૧૯૫૫માં ‘પદ્‌મભૂષણ'નો ર્ખિતાબ અને ૧૯૮૩માં જાનકી દેવી  ખનીજ એવોર્ડ મળેલ હતા. હંમેશા નારી કલ્‍યાણના પ્રશ્નો અંગે ર્સક્રિય રહેનાર પુષ્‍પબહેનોને ૧૯૮૮ માં દેહવિલય થયો હતો.

અરવીંદ પી. જોશી

નિવૃત નાયબ માહિતી નિયામક

રાજકોટ : મો. ૯૯૭૮૯ ૪૫૫૫૮

 

(1:11 pm IST)