Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

લીંબડીના બલદાણા પાસે રૂ. રર.૪ર લાખનો દારૂ જપ્ત

ટ્રક ડ્રાઇવર-કિલનર સહિત પ ની ધરપકડ : હેરાફેરીમાં સંડોવણી અંગે તપાસનો ધમધમાટ

વઢવાણ, તા. ર૦ : લીંંબડી રાજકોટ અને લીંબડી અમદાવાદ હાઈવે પર થી અવાર-નવાર લાખ્ખો રૂપિયાનો દારૂ પકડી પાડવા સફળતા મેળવતાં હોય છે ત્યારે ગઈ કાલે લીંબડી હાઇવે પરઙ્ગ બલદાણા ગામ નજીક પંચદેવ હોટલના પાર્કિંગ માંથી ૭૪૭૫ બોટલ (૬૨૩) પેટી દારૂ ડી જી વિજિલન્સ પીએસઆઈ આર એ જાડેજા અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે રુ. ૨૨,૪૨,૫૦૦ નો દારૂ ટ્રક ડ્રાઈવર કિલનર તથા રીસીવર સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આ દારૂ કયાંથી આવ્યો અને કયાં પહોંચતો કરવાનો હતો અને આ હેરાફેરીમાં કોની કોની સંડોવણી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ની પ્રાથમિક માહિતી મળતા વઢવાણ તાલુકાના બલદાણા ગામ પાસે આવેલા સીએનજી પમ્પ ની પાસે પેરેમાઉન્ટ હોટલ આવેલી છે જયાં એક કન્ટેનર વિદેશી દારૂ ભરેલું અને જયાં ઠલવાઈ તે પહેલાં બાતમીના આધારે ડીજી વિજિલન્સ કોડ ત્રાટકી અને કન્ટેનરને જ કરવામાં આવેલ હતું ત્યારે ડીજી વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે.(

(1:03 pm IST)