Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

વિધાનસભા સત્રમાં ખાણખનિજને લગતી માહિતી માંગતા ધારાસભ્ય માડમ

જામનગરતા.૨૦: સરકાર દ્વારા મળેલ શિયાળુ સત્ર બેઠકમાં ૮૧-ખંભાળીયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા રાજ્યમાં બેોકસાઇટની મોટા પાયે ચોરી થતી હોવાની બાબતે પ્રશ્નો ઉઠાવતા વિધાનસભામાં પ્રશ્ન દ્વારા  માહિતી  માંગેલ હતી કે  (૧) તા. ૧૫/૧૧/૨૦૧૯ની સ્થિતી એ છેલ્લા બે વર્ષમાં દેવભુમિ દ્વારકા  જિલ્લામાં બોકસાઇટની ચોરી અંગે કેટલીક લીઝોનુ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ?(૨) આ ચેકિંગ  દરમ્યાન કેટલા લીઝ ધારકો દ્વારા, કેટલી ખનીજ ચોરી થતી હોવાનુ સામે આવ્યુ હતુ?  (૩) તે અન્વયે જવાબદારો સામે શા પગલા લેવામાં આવ્યા? વિગેરે જાણકારી માંગી હતી.

ધારાસભ્ય માડમ દ્વારા પૂછેલ પ્રશ્નના જવાબમાં ખાણખનીજ  મંત્રીશ્રી એ (મુખ્યમંત્રી શ્રી) ઉપરોકત પ્રશ્નોના જવાબમાં જણાવવામાં આવેલ  હતુ કે કુલ ૩૪(ચોત્રીસ) લીઝ ધારકોની લીઝોનુ ચેકિંગ કરવામાં આવ્યુ  હતુ જે પૈકી ૬(છ)  લીઝ ધારકો દ્વારા  રૂ. ૪૧૮૫.૨૭ લાખની ખનીજ ચોરી થયાનુ સામે આવેલ છે.  જે પૈકી એક લીઝ ધારક પાસે રૂ.ે ૧૩.૦૪ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે. ૪(ચાર) લીઝધારક સામે રૂ. ૩૪૬૮.૬૦ લાખની  દંડકીય વસુલાત અંગેના સરકારે હુકમો કરવામાં આવેલ છે. અને એક લીઝ ધારક સામે રૂ. ૭૦૩.૬૨ લાખની દંડકીય વસૂલાત અંગે કારણદર્શક નોટીસ આપેલ હોવાનુ જણાવવામાં આવેલ છે.

(12:57 pm IST)