Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

જૂનાગઢ આયુર્વેદ મહાવિદ્યાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢઃ પંચેશ્વર ખાતે આવેલી; 'સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય'માં અત્રેના વિદ્યાર્થીઓએ પૃથ્વી ઉપર આયુર્વેદના દિવ્ય આગમન બતાવતો અને તેને ઋષિઓના પ્રતિકાત્મક રૂપે તેમજ પ્રસ્તુતિમાં એવાં ડિજિટલ સ્વરૂપે તેને ભવ્ય નાટયની રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, જુનાગઢના કુલ ત્રેપન વિદ્યાર્થીઓએ આયુર્વેદમાં ઉલ્લેખિત ત્રેપન ઋષિઓના નામ અને પરિચય સાથે આયુર્વેદનો પૃથ્વી પર અવતરણ દર્શાવ્યો અને આ આયુર્વેદનું પ્રત્યાક્ષિક અંતે ભકત નરસૈયાની દિવ્ય વાણી સ્વરૂપે; 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે ... પીડ પરાઈ જાણે રે'એવા કથનને;  આયુર્વેદનો મુખ્ય હાર્દ બતાવીને આયુર્વેદીય પંચકર્મ અને કાય ચિકિત્સાનો મહત્વ જનમાનસને સમજાવીને જનજાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો.  આયુર્વેદ અવતરણના આ ડિજિટલ નાટ્યને કેમેરામાં સંગ્રહિત કરી; દેશભકિત વધારવા માટે જનજનમાં બતાવી ઉપયોગ કરવામાં આવશે; તેવું અત્રેના આચાર્યશ્રી અને વહીવટી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.(

(12:56 pm IST)