Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

બગસરામાં વેચાણ કરવા લાંગી કતારો લાગી,ઠંડીથી બચવા તાપણાનો સહારોઃ આખી રાત જાગ્યા

બગસરામાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે માંડવી વેચાણ માટે ગાડીઓ ભરી કતારો લાગી હતી ત્યારે ખેડૂતોને ઓનલાઇન ખરીદી કરવા માટે સરકાર ધારા ધોરણ મુજબ ખેડુતોને ફોન કરી વારા પ્રમાણે બોલાવવામાં આવે છે ત્યારે ગઇ રાત થી ખેડૂતો બોલા વેલ આખી રાત. જાગીને ખેડુતો કડકડતી ઠંડીમાં માંડવીનું વેચાણ કરવા માટે આવેલ ત્યારે આ ઠંડીથી બચવા લોકો લાકડાનો મઠો કરી તાપે છે જે દ્રશ્યો તમને જોવા મળે છે અને રાત્રે સૂતા નથી રોડ પર ટ્રેકટરો માં હોવાથી ટ્રેકટરોમાંથી માંડવી ચોરાઇ જવાની બીક હોવાથી તે જાગીને તાપણાનો સહારો લઇ પોતાની ઠંડી ઉડાવે છે.

(11:47 am IST)