Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

અદાણી ફાઉન્ડેશન દ્વારા ૩ વર્ષમાં ૫૦ હજાર યુવાનોને કૌશલ્યની તાલીમ સાથે બહેનો બન્યા સ્વનિર્ભર

ગુજરાત સહિત ૯ રાજયોમાં સ્કિલ ડેવલોપમેન્ટના કોર્સ : ચેરપર્સન પ્રિતીબેન ગૌતમ અદાણીના હસ્તે ડોમેઇન એમ્પ્લોયમેન્ટ સ્કિલ પુસ્તકનું વિમોચન

ભુજ તા.૨૦ : (ભુજ) અદાણી ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગ રૂપે ચલાવતા અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી અનેકવિધ ક્ષેત્રોમાં સામાજિક કાર્યો થઈ રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર મારફતે યુવાનો માટે અને મહિલાઓ માટે સ્વરોજગારીના ક્ષેત્રે નોંધપાત્ર કામ કરી રહ્યું છે.

હાલમાં જ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર (એએસડીસી) એ ૫૦ હજાર યુવાનોને તાલીમ આપવાનું સીમાચિહ્રન વટાવ્યું હોઈ આ અંગે અમદાવાદ મધ્યે આ સિદ્ઘિરૂપ કાર્યની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન ગૌતમ અદાણી, ટ્રસ્ટી શિલીનબેન આર. અદાણી, અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ડો. મલય મહાદેવીયા, અદાણી ફાઉ.ના ડાયરેકટર, સ્કિલ સેન્ટરના એકઝી. ડાયરેકટર વસંત ગઢવીની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોએ સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ લીધી અને સામાન્ય પરિસ્થિતિમાંથી તેમનું જે રીતે કૌશલ્યવર્ધન દ્વારા પરિવર્તન થયું, તેમની આવકમાં બદલાવ આવ્યો, સ્વાવલંબી બન્યા તે વિશેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તરફ આભારની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે ચેરપર્સન પ્રીતિબેન ગૌતમ અદાણીના હસ્તે શ્નદ્ગટદ્ગ ડોમેઈન એમ્પયલોયબિલિટી સ્કિલ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. પોતાના વકતવ્યમાં પ્રીતિબેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી સ્કિલ ડેવલપેન્ટ સેન્ટર એ નોન પ્રોફિટ કંપની છે.

સાડા ત્રણ વર્ષમાં ૫૦ હજાર યુવાનોને તાલીમ આપનાર આ સેન્ટરના કારણે આ યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આજે અદાણી સ્કિલ ડેવલમેન્ટ સેન્ટરનું મોડેલ દેશની સૌથી મોટી સ્કિલ ડેવલપમેન્ટ કંપનીમાં સ્થાન પામે છે. જે અત્યંત આધુનિક પદ્ઘતિ અને આધુનિક સાધનો વડે તાલીમ આપે છે. મહિલાઓ માટે પણ વિશેષ આયોજન કરીને મહિલાઓને સ્વાવલંબી બનાવાઈ છે. મુન્દ્રામાં કચ્છની પારંપરિક હસ્તકલા સૂપ ભરત અને નામદા ભરતને ટકાવી આ ક્ષેત્રે મહિલાઓને તાલીમ આપી પગભર બનાવાઈ છે. તો, ભુજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી યુવાન વિધવા મહિલઓને જનરલ ડયુટી આસિસ્ટન્ટ ( મહિલા દર્દીઓની સંભાળ) નો કોર્સની તાલીમ આપી આ મહિલાઓને વિવિધ હોસ્પિટલોમાં નોકરી મળે અને તેઓ સ્વનિર્ભર બને તેવું આયોજન કરાય છે. દિવ્યાંગોને પણ તાલીમ આપી સ્વનિર્ભર બનાવાયા છે.

ઝારખંડના ગોડા જિલ્લા મધ્યે શ્નપ્નખાૃટ જાનો સખી મંડળ' દ્વારા ૧૭ સ્થળોએ મહિલાઓને વિવિધ કોર્સ અંતર્ગત તાલીમ અપાય છે, જેનો અત્યાર સુધી ૧૬૦૦ મહિલાઓ લાભ લઇ ચુકી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશના ૯ રાજયોમાં અલગ અલગ ૪૫ જેટલા કોર્સની તાલીમ આપવામાં આવે છે. આ પ્રયત્નોને કારણે ૪૫ ્રુ રોજગારીનું નિર્માણ થયું છે. કર્યક્રમ દરમ્યાન અદાણી સ્કિલ સેન્ટરનું નેતૃત્વ સંભાળતા જતીન ત્રિવેદીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અદાણી ફાઉ.ના ડાયરેકટર અને સ્કિલ સેન્ટરના એકઝી. ડાય. વસંત ગઢવીએ બન્ને સંસ્થાઓ દ્વારા થઈ રહેલી કામગીરી વિશે સમજ આપતું ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન ડો. મલય પી. મહાદેવિયાએ ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

(11:46 am IST)