Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ઉના દરિયામાં ડૂબેલી ૩ બોટના લાપત્તા ૩ ખલાસીઓની લાશ મળ્યા બાદ ચોથા ખલાસી દિલીપભાઈની લાશ મળી

ઉના, તા. ૨૦ :. પાંચ દિવસ પહેલા શૈયદરાજપરાના મધદરીયે ડૂબી ગયેલી ૩ બોટ પૈકીના એક બોટના લાપત્તા ૩ ખલાસીઓની લાશ મળ્યા બાદ ચોથા ખલાસી દિલીપભાઈ બાબુભાઈ બાંભણીયાની ૫ દિવસ બાદ લાશ દરિયામાં મળી આવતા કાંઠે લાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

ઉના તાલુકાના શૈયદરાજપરા બંદરેથી ૨૫ નોટીકલ માઈલ દૂર ૩ બોટ ભારે પવનથી દરીયાના મોજા ઉછળતા ડૂબી ગઈ હતી. જેમાં ૨૧ ખલાસીઓમાંથી ૧૭ ખલાસીઓને અન્ય બોટ તથા કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા. ૩ ખલાસીઓ (૧) પુનાભાઈ નથુભાઈ બાંભણીયા - સેંજલીયા (૨) હિંમતભાઈ ધનાભાઈ મકવાણા રે. એલમપુર તથા (૩) રમેશભાઈ કાનાભાઈ શીયાળ રે. મૂળ દાંડી હાલ શૈયદરાજપરાવાળા ખલાસીના મૃતદેહ મળી આવેલ હતા. એક દિલીપભાઈ બાબુભાઈ બાંભણીયા ઉ.વ. ૨૨, રહે. સેંજલીયાવાળા લાપત્તા હતા. જેની શોધખોળ કરતા હતા. દરીયો શાંત થતા મધરીયે એક માનવ લાશ તરતી જોવા મળતા તુરંત બોટમાં લઈ કિનારે આવતા દિલીપભાઈ બાબુભાઈ બાંભણીયાની ઓળખી બતાવતા લાશને સીમીર સી.એચ.સી. હોસ્પીટલમાં લઈ આવતા પોલીસને ડો. નીમાવતે જાહેર કરી હતી. પાંચ દિવસ પહેલાની દરીયામાં બનેલ ગોઝારી ઘટનામાં ૪ યુવાન ખલાસીઓ મૃત્યુ પામતા સમગ્ર શૈયદરાજપરા ગામ શોકમય બની ગયુ હતું. આ અકસ્માતમાં સેંજલીયા ગામના ૩ યુવાનો મૃત્યુ પામતા સેંજલીયા ગામમાં પણ હૈયાફાટ રૂદન જોવા મળી રહ્યુ છે.

(11:36 am IST)