Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

વિંછીયા ખાતે ૨૭મીએ વૃધ્ધ-વિધવા અને શ્રમયોગી કાર્ડ માટેના કેમ્પનું આયોજન

કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને

આટકોટ તા ૨૦ :  વિછીંયા તાલુકા સેવા સદન ખાતે આગમી તા.૨૭/૧૨ ને શુક્રવારના રોજ સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી વૃધ્ધ- વિધવા મહીલાઓને આર્થિક સહાય અને શ્રમયોગી લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તેવા હેતુસર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિધવા મહીલાઓને ફોર્મ સાથે અરજદારે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇપણ એકનો આવકનો દાખલો, અરજદાર અને તેના બાળકોનો ઉંમર અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો પુરાવો ન હોય તો પીએચસી/સીએચસી પૈકીના કોઇપણ એક સરકારી ડોકટરનું પ્રમાણપત્ર, પતિના અવસાન અંગેનો દાખલો, પુનઃ લગ્ન કર્યા નથી તે મતલબનું પ્રાણપત્ર, આધારકાર્ડ/રેશનકાર્ડની નકલ, પતિનું પેઢીનામું, રહેણાંકના કોઇપણ એક પુરાવા સાથે લાવવાના રહેશે.

જયારે વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવવા અરજદારે અરજીપત્રક, બી.પી.એલ. યાદીમાં ના હોવા અંગેનો સમક્ષ અધિકારીનો દાખલો, ઉંમરનો પુરાવો, રહેણાંકનો પુરાવો, રેશકાર્ડની નકલ, બાર કોડ સ્ટીક૨ લગાવેલા છે તેના આધાર સાથેની વિગતો કેમ્પ સમયે સાથે અવશ્ય લાવવાની રહેશે.

શ્રમયોગીના રનીસ્ટ્રેશન માટે : અરજદારે ઉંમર અંગેનો પુરાવો, ચુંટણી/આધાર કાર્ડપ રેશનકાર્ડ તેના પરિવારની વિગત, છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામની પ્રવૃતિ કરી છે તે અંગેનું સ્વ પ્રમાણીત પ્રમાણત્ર, બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુકની નકલ, સ્વપ્રમાણીત વ્યવસાય અંગેનું પ્રમાણણત્ર, સ્વ પ્રમાણીત આવક અંગેનું પ્રમાણપત્ર, બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા કેમ્પ સમય દરમ્યાન સાથે લાવવા જણાવાયું છે.

(11:34 am IST)