Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ર૮ મીથી પ્રાંસલામાં ધર્મબંધુજીની દેશદાઝથી છલકતી રાષ્ટ્રકથા શિબિર

રાજકીય નેતાઓ, વૈજ્ઞાનિકો,સેનાના અધિકારીઓ પ જાન્યુઆરી સુધી શિબીરાર્થીઓને માર્ગદર્શન આપશે : રાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો-અર્થશાસ્ત્રીઓ-ન્યાય વિદ્રો-નેવીના એડમીરલ-આર્મી-એરફોર્સના જનરલ-મિલ્ટ્રી-પેરા મિલ્ટ્રી-ઇસરો-હવામાન ખાતા-ડિઝસ્ટર મેનેજમેન્ટ-શસ્ત્રોનું પ્રદર્શન

તસ્વીરમાં કેન્દ્રીય  મંત્રીશ્રી અમિતભાઇ શાહ, સાંસદ પુનમબેન માડમની શુભેચ્છા મુલાકાત લેતા પૂ. ધર્મબંધુજી નજરે પડે છે.

રાજકોટ તા. ર૦ :.. સતત ૧૭ માં વર્ષે રાજકોટ થી ૧૩૦ કિ. મી. દુર આવેલ પ્રાંસલાના નૈસર્ગિક વાતાવરણમાં સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રકથા શિબીરનું આયોજન કરાયું છે. તા. ર૮ ડીસેમ્બરથી પ જાન્યુઆરી સુધી યોજાનાર આ શિબિરમાં રર રાજયોના રાષ્ટ્રપ્રેમી યુવક-યુવતીઓ પધારશે. અંદાજે ૧૧૦૦૦ યુવાનો અને ૪૦૦૦ યુવતીઓ માટે અત્રે રહેવા-જમવા-તબીબી અને સુરક્ષાની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્વામી ધર્મબંધુજીએ આ રાષ્ટ્રકથા શિબિરના ઉદેશ અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સાંપ્રત પરિસ્થિતી વિશે આપણા ભાવિ નાગરીકોને સુમાહિતગાર કરવા અને તેમનંા  ઠાંસોઠાંસ રાષ્ટ્રીયતાનું સિંચન કરવા આ શિબિર યોજવામાં આવે છે. શિબિરના રોજીંદા કાર્યક્રમ અનુસાર વહેલી પરોઢે ૬ થી ૮ શારીરિક પ્રશિક્ષણ, સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી પ રાષ્ટ્રીયતાના પ્રેરક પ્રવચન સત્રો, સાંજે પ થી ૭ અત્રે પધારેલા મહાુભાવો સાથે શિબીરાર્થીઓને સંવાદ સાધવો, રમત રમવી, રાયફલ શુટીંગ - ઘોડેશ્વારી કરવી ડીઝસ્ટર મેનેજમેન્ટની તાલીમ પામવી વિગેરે અને રાત્રીના ૮ થી ૧૦ શિબીરાર્થીઓ દ્વારા જ રાષ્ટ્રીયતા અને પ્રાદેશિકતાને દિપાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ છે.

સવારે ભરપુર દૂધ-નાસ્તો, બપોરે અને રાત્રીના પૌષ્ટીક ભોજન-છાસ મળે છે. રહેવા માટે સુરિક્ષત તંબુ હોય છે. લશ્કર અને પેા મિલેટ્રીના જવાનો-મહિલા જવાનો   ર૪ કલાક સુરક્ષા કરે છે. શિબીરાર્થીએ માત્ર પોતાની દૈનિક જરૂરીયાતનો સામાન, ઓઢવા-પાથરવાનું બિસ્તર લઇને તા. ર૭ મી ડીસેમ્બરની સાંજ સુધીમાં પહોંચવાનું રહે છે. પ્રાંસલ ઉપલેટા તાલુકા મથકથી પોરબંદર હાઇવે પર ઢાંકના રસ્તે રપ કિ. મી.ના અંતરે  આવેલ છે. વધુ માહિતી માટે સંપર્ક સ્વામી  ધર્મબંધુજી મો. ૯૦૯૯૯ ૦૦૦૦૦, દિપકભાઇ ના મો. ૯૮રપર ૧૮૩૦૩ ઉપર સંપર્ક કરવા દિનેશભાઇ પરમારન અહી યાદીમાં જણાવાયું છે.

શિબીરમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો

રાજકોટ, તા. ૨૦ :. આ શિબીરમાં વૈજ્ઞાનિકો ડો. જી. સતીષ રેડ્ડી-ચેરમેન ડીઆરડીઓ, ડો. કે.સી. થોમસ, ડો. મુથૈયા વનીતા-પ્રોજેકટ ડાયરેકટર ચંદ્રયાન, ડો. એમ. સંતોષ (ત્રિવેન્દ્રમ), ડો. શેખર માંડે, ડો. વિજય રાઘવન, ડો. પી. ઉજનકૃષ્ણન - યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટર ઉપસ્થિત રહેશે.

જ્યારે ન્યાયવિદ્દો જસ્ટીસ દિનેશ મહેશ્વરી - સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયા, જસ્ટીસ એસ. ક્રિષ્ના દિક્ષીત - હાઈકોર્ટ ઓફ કર્ણાટક, જસ્ટીસ એમ. કોટેશ્વરસિંઘ - હાઈકોર્ટ ઓફ આસામ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત પી.સી. ઘોષ - લોકપાલ ઓફ ઈન્ડીયા, સી.કે. પ્રસાદ - ચેરમેન પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા, એસ.પી. સિંઘ પરિહાર - ચેરમેન પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડીયા, ડો. ડી.એમ. મૂલે - સભ્ય માનવ અધિકાર આયોગ, સુનિલ ચંદ્રા - ઈલેકશન કમિશન ઓફ ઈન્ડીયા, પ્રો. પ્રદિપકુમાર જોષી - મેમ્બર યુપીએસસી, ભારતભૂષણ વ્યાસ - મેમ્બર યુપીએસસી, આલોક શ્રીવાસ્તવ - એડીશ્નલ ચીફ સેક્રેટરી - લો (ભારત સરકાર), મૃત્યુંજય મહાપાત્રા (ડાયરેકટ - હવામાન વિભાગ), ત્રિલોચન મહાપાત્રા (ડાયરેકટ - કૃષિ વિભાગ), નેવીના એડમીરલ સંજય રાય - લેફ. જનરલ એ. અરૂણ (કમાન્ડર ટ્રેનીંગ), લેફ. જનરલ સુખદીપ આગવાન - લેફ. જનરલ સુખદીપ આગવાન, લેફ. રણદીપ ગલેરીયા - ડાયરેકટ - એઈમ્સ હિમાદાસ (રમતવીર) ઉપસ્થિત રહેનાર છે.

(11:27 am IST)