Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

સુરેન્દ્રનગર ચૂંટણીના પ્રિસાઇડીંગ ઓફીસરના ઘરમાંથી રૂ.૧.૩૯ લાખની ચોરી

વઢવાણ, તા. ર૦ : વઢવાણ-સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચૂંટણીની કામગીરી માટે ૧૦૦૦થી વધુ કર્મીઓને જુદા જુદા સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર વીજ કર્મનીમાં ફરજ બજાવતા અને વઢવાણ મૂળચંદ શેડ પર આવેલ બજરંગ-રમાં રહેતા સંજયભાઇ નટુભાઇ સુથાર પણ ગયા હતાં ત્યારે પત્ની અને બાળકને અમદાવાદ સાથે લઇ ગયા હતાં દરમિયાન તા. ૧૩/૧ર/ર૦૧૭ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે એ સંજયભાઇના મકાનના નિશાન બનાવાયું હતું. જેમાં મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં આવેલ તિજોરીમાંથી રૂ. ૧૭ હજારની સોનાની બે વીટી રૂ. ૩૭ હજારની રોકડ સહિત રૂ. ૧.૩૯ લાખના મુદામાલ ઉઠાવી ગયા હતાં. આ બનાવ અંગે સંજયભાઇએ અજાણ્યા શખસો સામે સીટી બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ બી.બી. કલોતરા જાણવી રહ્યા છે.

મુળચંદ રોડ પર દિવસે દિવસે સોસાયટીઓ સહિતના વિસ્તાર વધતો જાય છે પરિણામે શહેરમાં આવવા જવા માટે આવા વિસ્તારમાં ટુ વ્હીલરના વાહનો પણ જરૂરી બને છે ત્યારે સંજયભાઇના ઘરની બહાર ફળવામાં આવેલ રૂ. ૬પ હજારની કિંમતનું એકટીવા પણ તસ્કરો લઇ ગયા હતાં.

(3:27 pm IST)