Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ધોળા (જંકશન)માં નાણાભીડથી કંટાળીને રમેશ દેવીપૂજકે પોતાના જ પેટમાં છરી ઝીંકી : સારવારમાં

ભાવનગર, તા. ર૦ : ભાવનગરમાં પુરતું કામ નહિ મળતા નાણાકીય ભીડથી કંટાળી શ્રમિક યુવાને જાતે છરી હુલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અત્રેની હોસ્પિટલ ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ધોળા (જંકશન) ગામે રહેતા અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાત ચલાવતા રમેશભાઇ દેવીપૂજક ઉ.વ.રપ તે છેલ્લા થોડા દિવસોથી કામ-ધંધો નહી મળતા આર્થિક ભીંસથી કટાળી જઇ જાતેથી પેટમાં છરી હુલાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રમેશભાઇને લોહી-લુહાણ હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

વાડીમાંથી ૧૦ મણ

કપાસની ચોરી

જીલ્લાના તરેડ ગામે રહેતા ભગવાનદાસ મોહનદાસની સીમમાં આવેલ બે વિઘાની વાડીમાં ઉગાવેલ ૧૦ મણ કપાસ કિંમત રૂ. ૯૦૦૦ની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટયો હતો. આ અંગે મહુવા પોલીસમાંફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધતી તપાસ હાથ ધરી છે.

(10:28 am IST)