Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ભાવનગરમાં અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ કયારે બનશે?

ભાવનગર તા. ૨૦ : ભાવનગરમાં અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે જમીન મેળવવા ભાવનગર ડીસ્ટ્રીક ક્રિકેટ એસો.ના તત્કાલીન પ્રમુખ સંતોષભાઇ કામદારે આજથી ૩૬ વર્ષ પહેલા સરકારમાં કરેલી છે. આ માટે આ માટે તે સમયે મળનાર રૂપિયા એક કરોડના દાનની રકમની ઓફર આજે પણ સંતોષ કામદાર પાસે પડી છે.

ઉપરાંત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું સ્ટેડીયમ ઉભુ કરનાર પ્રમુખ નિરંજન શાહે ભાવનગરમાં પણ આવું સ્ટેડીયમ ઉભુ કરવામાં યોગ્ય સહકાર અને આર્થિક યોગદાન આપવાની ખાત્રી પણ ઉચ્ચારેલ. આમ છતાં આજની તારીખે ભાવનગરમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉભુ કરવાના દરખાસ્તની ફાઇલ સરકારમાં ધૂળ ખાઇ રહી છે. નહી તો હવે તો ભાવનગર ક્રિકેટ એકેડેમીના ચેરમેન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા છે અને સરકાર ભાજપની ત્યારે યોગ્ય કરાઇ તે જરૂરી છે.

(9:21 am IST)