Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ધોરાજી લઘુમતી વિસ્તારમાં યોજાયેલા ખાસ રસીકરણ કેમ્પમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત:ત્રણ કલાકમાં ૧૦૦ લોકોએ વેક્સિન લીધી

રાજકોટ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા રસીકરણ માટે ધોરાજીમાં બીજી વખત ધામા નાખ્યા: લઘુમતી વિસ્તારમાં રસીકરણ ઓછી સંખ્યામાં થતાં જિલ્લા કલેકટર ચોંકી ઊઠયા હતા અને જાતે જ બે વખત ધોરાજીમાં આવી કેમ્પો શરૂ કર્યા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજ: ધોરાજી શહેરમાં ખાસ કરીને લઘુમતી સમાજના વિસ્તારોમાં રસીકરણ નો આંકડો ઓછો રહેતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ ખાસ અભિયાન ચલાવવા અનુરોધ કર્યો હતો. જે અનુસંધાને ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આજરોજ ધોરાજી ખાતે લઘુમતી વિસ્તારમાં નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બાગમાર, પ્રાંત અધિકારી જી વી મિયાણી મામલતદાર કે.ટી.જોલાપરા, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી સહિતના અધિકારીઓ અને ધોરાજી શહેર સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં  બહારપુરા વિસ્તારના જૈનબ હોલ ખાતે ખાસ ઝુંબેશ હેઠળ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

યોજાયેલા કેમ્પમાં મુસ્લિમ સમાજના અનવરશા રફાઈ, મકબુલ ભાઈ ગરાણા હાજી અફરોજ ભાઈ લકકડકુટા, , બોદુભાઈ ચૌહાણ, બાસિત ભાઈ પાનવાલા, અને સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહારપુરા વિસ્તારના મહિલા અને પુરુષો વેક્સિનેશન લેવા માટે પહોંચ્યા હતા જ્યાં ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી ની ટીમ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવેલ કે વેક્સિન કોરોના સામે સલામત રાખે છે અને હાલ કોરોના સામે નું લડવાનું મહત્વનું સાધન એ માત્ર વેક્સિન છે જેનાથી આપણે પણ સુરક્ષિત રહીએ તેમજ આપણા પરિવારજનો સમાજ પણ સુરક્ષિત રહે છે. વેક્સિનેશન લેવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. કોરોનાની વિસ્તરતી જતી મહામારી સામે વેક્સિન આશીર્વાદ રૂપે કામ કરે છે આ તકે જિલ્લા કલેક્ટરે વેક્સિન વિહોણા તમામ લોકોને વેક્સિન લેવા માટે જાહેર આપીલ અને વિનંતી કરી હતી.
લઘુમતી વિસ્તારમાં રસીકરણ ઓછી સંખ્યામાં થતાં જિલ્લા કલેકટર ચોંકી ઊઠયા હતા અને જાતે જ બે વખત ધોરાજીમાં આવી કેમ્પો શરૂ કર્યા...
ધોરાજી ખાતે આવેલા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી, પ્રાંત અધિકારી મામલતદાર અને તમામ અધિકારીઓ નું સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

(7:33 pm IST)