Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું આગમન : ટાઉન હોલ ખાતે રૂ.9.98 કરોડના ખર્ચે આવસોના ખાતમુહૂર્ત થયું

રૂ. 1.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાલાવડ તાલુકા પંચાયતનું પણ લોકાર્પણ કરાયું

જામનગરમાં ટાઉનહોલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. શહેરના ટાઉન હોલ ખાતે રૂ.9.98 કરોડના ખર્ચે આવસોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ. 1.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાલાવડ તાલુકા પંચાયતનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.( તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(7:26 pm IST)