Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વંથલીના જાંબાઝ મહિલા પીએસઆઇ એ.પી.ડોડીયાએ વ્યાજખોરની ચુંગાલમાંથી મુકત કરાવ્યા

સરાહનીય કામગીરી બદલ મહિલા અધિકારીનું જાહેર સન્માન કરવા જુનગઢ જિલ્લા કોગ્રેસની માંગ

જુનાગઢ, તા.,૨૦ :  વંથલી તાલુકાના બરવાળા ગામના હીરાભાઇ દેવાયતભાઇ સોલંકીને કુદરતી કોરોનાની મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ થઇ જતા અને તેમની ખેતીનો પાક પણ નિષ્ફળ ગયેલ અને એક બાજુ લોકડાઉનના કારણે તેમના પરીવારના પેટનો ખાડી પુરવા બંને પુત્ર અને પુત્રીના શાળાની ફી અને સ્કુલ અભિયાસના કામે તથા જેનુ ભાગ્યુ રાખેલ હતું તે ખેતીમાં પાક નિષ્ફળ જતાશાખના પૈસા જમીન માલીકને ચુકવવાના હોય છે તે કામે ભયંકર આર્થીક જરૂરીયાત ઉભી થતા મજબુરીથી તેમણે વ્યાજખોર પાસેથી માસીક ૧પ ટકાના વ્યાજની શરતેથી રૂ.૧,૦૦,૦૦૦(એક લાખ) વ્યાજે લીધેલ હતા તેમાથી પ્રથમ હપ્તા પેટે વ્યાજખોરે એડવાન્સમાં રૂ.૧પ,૦૦૦(પંદર હજાર) કાપીને પીડીત હીરાભાઇ સોલંકીને માત્ર રૂ.૮પ,૦૦૦(પંચીયાસી હજાર) મળેલ તેના માસીક રૂ.૧પ,૦૦૦ (પંદર હજાર) લેખે ૧૭ માસ સુધી પેટે પાટા બાંધીને મહેનત પશીના કમાણી વ્યાજખોરને રૂ. ૮પ,૦૦૦ (પંચીયાસી હજાર)ના ૧પ ટકા વ્યાજ લેખે ૧૭ હપ્તા રૂ.ર,પપ,૦૦૦ (બે લાખ પંચાવન હજાર)ચુકવીદીધેલ હોવા છતાય વ્યાજખોર સંતોષ ન થતા તેઓ રૂ.૩૦,૦૦૦ (ત્રીસ હજાર) દર માસે વ્યાજના આપો અથવા રૂ.ર,૦૦,૦૦૦ (બે લાખ) આપો તેવી ધમકી વ્યાજખોરને આપતા હતા. તેનાથી ડરી જયને વ્યાજખોર પીડીતે આપઘાત કરવાનુ નિર્ણય કરેલ પરંતુ તેમના  જીવનસાથી હિંમતવાન તેમના પત્ની દુધીબેનએ હૈયા ધારણા આપીને તેમના પતિને કહેલ કે મરવુ નથી પોલીસની મદદ લેશુ તો ન્યાય મળશે ત્યારે તેમના પત્નીએ તેમના પતિ વતી વંથલી પોલીસમાં લેખીત અરજી આપીને વર્ણન કરેલ.

વંથલી પોલીસ પણ ચોકી ગયેલ અને તાત્કાલીક પોલીસ પ્રજાનો મિત્ર છે તે રીતે વ્યાજખોરથી પીડીત પ્રત્યે માનવીય અભિગમ દાખવીને વંથલીના જાગૃત અને બાહોશ જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડોડીયા મેડમે વ્યાજખોરની ખેર નથી તેવો ખાખી વરધીઍ રૂવાબ બતાવતા વ્યાજખોર ખાખી  વરધીનો રૂવાબ પારખી જયને કુણા પડયા અને નોટરી સમક્ષ સોગંદનામા ઉપર પીડીત હિરાભાઇ સોલંકીને લખી આપેલ કે મારે હીરાભાઇ પાસેથી ઍક રૂપીયો પણ લેવાનો નિકળતો નથી તેમણે આપેલ કોરા બે ચેકમાંથી એક ચેક પરત આપુ છું અને એક ચેક બેકમાં નાખેલ છે તે બેઁકમાંથી રીટર્ન થશે તુરંત જ પીડીતને આપવાનો થાય છે તેવુ લખાણ  વ્યાજખોરે તેમના ગુનાની કરતુતોની બીકથી લખી આપેલ જેનાથી વ્યાજખોરથી પીડીતનો જીવ બચી ગયેલ અને જુલ્મી વ્યાજખોરોથી મુકતી મળેલ.

 જુનાગઢ  જીલ્લા કોગ્રેસ સમીતીનું પ્રતિનીધી મંડળ જીલ્લા કોગ્રેસ પ્રમુખ નટવરલાલ આર.પોકીયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, માંગરોળ-માળીયાના ધારાસભ્ય બાબુભાઇ વાજા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાષી, જીલ્લા કોગ્રેસ જાહેર પબ્લીક ફરીયાદ નિવારણ વિભાગના જીલ્લા અધ્યક્ષ વી.ટી.સીડા, જુનાગઢ જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા હમીરભાઇ  ધુળાએ તા. ૧૦-ર-ર૦ર૦ના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર  અને તત્કાલીન ઍસપી સૌરભસિંઘએ જે તે સમયે વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવા આર્થીક ગુના નિવારણ શાખાની રચના કરેલ જેનો આજે જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટીની સુચનાથી જીલ્લાભરમાં વ્યાજખોરી વિરૂધ્ધ કડક અમલવારી જુનાગઢ જીલ્લા અને શહેરમાં થઇ રહી છે.

જેના કારણે અનેક જુલ્મી વ્યાજખોરોથી પીડીત લોકો આપઘાત કરતા બચે છે. લોકોની આજીવીકા સમાન ખેતીની જમીનો, મકાનો, દુકાનો, પ્લોટો વિગેરે મિલ્કતો બચે છે અને ન્યાય મળે છે તેવી જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કામગીરી બદલ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટી તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા વંથલી પોલીસ સ્ટેશનના જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર ડોડીયા મેડમશ્રીઍ ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી કામગીરી કરીને વંથલી તાલુકાના બરવાળા ગામના વ્યાજખોરથી પીડીત હીરાભાઇ સોલંકીને આપઘાત કરતા બચાવ્યા છે તે બદલ જુનાગઢ જીલ્લા કોîગ્રેસના પ્રતિનિધિ મંડળે આભાર માનેલ છે. અને વ્યાજખોરો અને માફીયાઅો સામે કડક કાર્યવાહી કરનાર જાંબાઝ પોલીસ અધિકારીશ્રીઓનું સરકાર જાહેરમાં રોકડ પુરસ્કાર આપીને સનમાન કરે તેવી જુનાગઢ જીલ્લા કોગ્રેસ સમીતીએ માંગણી કરી છે તેવું જુનાગઢ જીલ્લા કોગ્રેસ સમીતીના કાર્યાલય મંત્રી ફારૂકભાઇ સુમરા તથા પિયુષભાઇ વૈશ્નાણીની યાદીમાં જણાવેલ છે. 

(1:50 pm IST)