Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર૧ર શખ્સોની ઓળખ માટે કવાયત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦: અમરેલીનાં દેવળીયાનાં ગુંદીયાળી વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર ૧ર શખ્સોની ઓળખ મેળવવા અને ફાર્મ માલિક અંગે વન વિભાગે કવાયત હાથ ધરી છે.

તાજેતરમાં બળદ ધરી સિંહને લલચાવી ગેરકાયદે લાયન શોનો વિડીયો વાયરલ થતાં વન વિભાગની તપાસમાં આ કારસ્તાન અમરેલીનાં દેવળીયા પાર્ક રેન્જનાં ગુંદીયાળી રેવન્યુ વિસ્તારમાં આચરાયું હોવાની પુષ્ટિ થઇ હતી.

આ બારામાં વિડીયોનાં આધારે ૧ર શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જે જગ્યાએ ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવ્યું તે જગ્યા ખાનગી માલીકીનું ફાર્મ હોવાનું ચર્ચાય રહ્યું છે.

સીસીએફ ડી. ટી. વસાવડાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગેરકાયદે સિંહ દર્શનમાં સંડોવાયેલા ૧ર ઇસમોની ઓળખ મેળવવા રેવન્યુ સહિતનાં વિસ્તારોમાં કવાયત ચાલી રહી છે.

(1:15 pm IST)