Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા સ્નેહમિલનઃ

જૂનાગઢ : શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાના આદેશ અનુસાર શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના જનજાગરણ અભિયાન, સભ્ય નોંધણી ઝુંબેશ તેમજ નવા વર્ષના સ્નેહમિલન, જવાહરલાલ નેહરૂની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જન જાગરણ અભિયાન સંદર્ભમાં પ્રદેશ નિરીક્ષકશ્રી હીરાભાઇ જોટવા, ચંદ્રિકાબેન ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષીની ઉપસ્થિતીમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતીની સામાન્ય સભા તેમજ સ્નેહમિલન યોજવામાં આવ્યું. જેમાં તમામ આગેવાન-કાર્યકર મિત્રોને હાજર રહ્યા.

(1:13 pm IST)