Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કેશોદમાં ગોપી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુકિત રથનું લોકાર્પણ

 કેશોદઃશહેરમાંઙ્ગવધતી વસ્તીના પ્રમાણમાં એક મુકિત રથની જગ્યા પર હવે બે મુકિત રથ દોડશે જેમાં પ્રથમ મુકિત રથ કેશોદ માં ૨૦૦૯માં અમૃતબેન સવજીભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્ય થી કેશોદના લોકોની સેવા અર્થે મુકિત રથનું લોકાર્પણ કરવામાં આવેલ હતુ. હાલ તેમની પણ અવિરત સેવાઓનો લાભ કેશોદની જનતાને મળી રહ્યો છે. કેશોદના ગોપી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કેશોદના લોકોની સેવા અર્થે શહેરમાં બીજો મુકિતરથનુ લોકાર્પણ કાર્યક્રમ નિલકંઠ મંદિરના પટાંગણમાં યોજાયેલ હતો. જેમા લલિત ભાઈ મહેતાના હસ્તે મુકિત રથનું ગઈકાલે રવિવારે દેવ દિવાળીના શુકનવંતા મહૂર્તમાં લોકાર્પણ કરી શહેરની જનતાને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં કેશોદના ગોપી ગૌ સેવા ગ્રુપના તમામ લોકો તેમજ નગર પાલિકા પ્રમુખ તેમજ અન્ય મહાનુ ભાવો તેમજ કેશોદના વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આઙ્ગ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો. ભુપેન્દ્રભાઈ જોશીએ કરેલઙ્ગ હતુ. 

(1:12 pm IST)