Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પોરબંદરના બળેજમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદે પ્રાઇવેટ વીજ ટ્રાન્સફોર્મર મુકીને પોણા કરોડની વીજ ચોરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૦ : નજીકના બળેજ ગામે વીજતંત્રએ દરોડો પાડીને વજુરામ મોઢની ખનીજ ખાણમાં ગેરકાયદેસર મુકેલા પ્રાઇવેટ વીજ ટ્રાન્સફોર્મરમાં કરેલી પોણા કરોડની વીજ ચોરી પકડી પાડી હતી.

બળેજગામે વજુરામ મોઢની ખનીજ ખાણમાં પીજીવીસીએલની ટીમે ચેકિંગ હાથ ધરતા આ ખનીજ ખાણ માટે વીજ પુરવઠો મેળવવા ગેરકાયદે ૬૩ કેવી પ્રાઇવેટ વીજ ટ્રાન્સફોર્મર મુકીને ૧૧ કેવી વીજલાઇનમાંથી વીજ ચોરી કરાતાનું ખુલ્યુ હતુ. પીજીવીસીએલ ખનીજ ખાણ માટે ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર માટે વીજ ચોરી કરતા કુલ ૮પપર૦૦નો દંડ ફટકાર્યો હતો.

તાજેતરમાં રાતીયા તથા માધવપુર ઘેડની ર સીમમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપર ખનીજ ખાતાએ દરોડો પાડીને કરોડોની ખનીજ ચોરી પકડી પાડી હતી. ભુમાફિયાઓ હવે ગેરકાયદે ખનીજ ખાણો ચલાવવાની સાથે ગેરકાયદે વીજ જોડાણ કરી લેતાનું ખુલ્યુ છે. ખનીજ ખાણોમાં ગેરકાયદે વીજ જોડાણો માટે ખનીજ તંત્ર અને વીજ તંત્રની બેદરકારી હોવાની ચર્ચા છે. 

(1:12 pm IST)