Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મોરબી સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતીની ઉજવણી

 મોરબીઃ સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ગઇકાલેે ગુરૂનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરાઇ હતી. અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ ભોગ સાહેબ આયોજન કરાયું હતું જે અખંડ પાઠ ૯ દિવસથી ચાલતા હોય જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી તો બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. લંગર પ્રસાદ લઇને ભકતોએ ધન્યતા અનુભવી હતી તેમજ રાત્રીના કિર્તન સાથે ગુરૂનાનક જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

(1:07 pm IST)