Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભાયાવદરના મોટી પાનેલી ગામે યોગેશ દેવમુરારી ઉપર કૌશિક પટેલનો હુમલો

રાજકોટ, તા. ૨૦ :. ભાયાવદરના મોટી પાનેલી ગામે બાવાજી યુવાન પર માંડાસણના પટેલ શખ્સે હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.  મળતી વિગતો મુજબ મોટી પાનેલી ગામે રહેતા યોગેશભાઈ મોહનભાઈ દેવમુરારી ઉપર માંડાસણ ગામના કૌશિક પટેલે બોથડ પદાર્થથી હુમલો કરતા યોગેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ અંગે ઈજાગ્રસ્ત યોગેશભાઈના માતા નીમુબેનની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે કૌશિક પટેલ સામે ગુન્હો દાખલ કર્યો હતો. કયા કારણોસર હુમલો થયો ? તે બહાર આવ્યુ નથી. વધુ તપાસ ભાયાવદરના પીએસઆઈ એસ.વી. ગોજીયા ચલાવી રહ્યા છે.

(11:49 am IST)