Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભાવનગરના સીદસરમાં ૨ પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ : ૧૧ને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : ભાવનગરના સીદસરમાં બે પરિવારો વચ્ચે શસ્ત્ર ધીંગાણુ ખેલાતા ૧૧ને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયેલ છે.

ભાવનગર શહેર નજીકના સીદસરમાં જગદીશનગર વિસ્તારમાં રહેતા બે કૌટુંબીક ભાઇઓના પરિવાર વચ્ચે જુની અદાવતે શસ્ત્ર મારામારી થતા ધોકા, પાઇપ, કુહાડી, છરી વડે સામસામે હુમલા થતાં બંને પરિવારના સભ્યોને ઇજા પહોંચી હતી.

જેમાં મહેશભાઇ મનુભાઇ ચારોલીયા, રૈયાભાઇ કુકાભાઇ ચારોલીયા, શિકુબેન રૈયાભાઇ, મનાભાઇ રૈયાભાઇ, ધીરૂભાઇ રૈયાભાઇ, રમેશભાઇ રૈયાભાઇ, ઉમેશભાઇ રૈયાભાઇને ઇજા થઇ હતી.  જ્યારે સામાપક્ષે સાગરભાઇ સુરેશભાઇ ચારોલીયા, સુરેશભાઇ ધરમશીભાઇ અને રામજીભાઇ ધરમશીભાઇ ચારોલીયાને ઇજા પહોંચતા તમામને હોસ્પિટલ ખસેડાયેલ છે. આ અંગે વરતેજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:48 am IST)