Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

થાનમાં ડોકટરની માલિકીના બંધ સિરામિકના કારખાનામાંથી સવા ત્રણ લાખનો દારૂ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : થાન પંથકમાં દેશી વિદેશી દારૂની બદીએ માઝા મૂકી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જી પોલીસ દ્વારા રાત્રિના સુમારે થાન અભેપર રોડ ઉપર આવેલ ડોકટરની માલિકીના સિરામિકના બંધ કારખાનામાંથી બાતમીનાં આધારે પોલીસે વિદેશી દારૂની ૭૪૪ બોટલ, બીયરના ૭૮૮ ટીન, ઇકો ગાડી કિં. રૂ. ૨,૦૦,૦૦૦ઙ્ગ મળી કુલ રૂ. ૫,૧૫,૨૦૦ નો મુદ્દામાલઙ્ગ ઝડપીઙ્ગ પાડી ડોકટર તથા અન્ય ૧ શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થળ પરથી કોઇ આરોપી ઝડપાયો નથી. જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

થાન પંથકમાં દેશી-વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હોવાની તથા વિદેશી દારૂના કટીગની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે થાન પી.એસ.આઇ. એન.પી. મારૂને બાતમી મળી હતી કે અભેપર રોડ ઉપર આવેલ ડોકટર મિથુન બાંભણીયાનાઙ્ગ સિરામિકના બંધ કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીઙ્ગ છૂટક વેચાણ તથા કટિંગ કરીઙ્ગ દારૂ બહાર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. બાતમીનાં આધારે સ્ટાફના જયેશભાઇ પટેલ, પી.આઇ. એ.એચ. ગોરીને સાથે રાખી કારખાનામાં દરોડો કરતા કારખાનામાં સિરામિકના માલના બદલે દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારેલો જોવા મળ્યો હતો.ઙ્ગ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. અને ડોકટર તથા સિરામિકના માલિક કક્ષાના માણસો પણઙ્ગ રૂપિયા કમાવા દારૂના કટિંગ અને વેચાણ કરતા થઈ ગયા હોય કારખાનાના માલ મૂકવાના શેઇડમાં દારૂની પેટીઓ મુકવામાં આવી હોય સ્થળ પરથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જયારે ડોકટરની સાથે આરોપી યુવરાજભાઈ વહતુભાઈ ખાચર સામે ફરિયાદ નોંધી બન્ને શખ્સોની પોલીસ દ્વારા શોધખોળઙ્ગ શરૂ કરવામાં આવી છે.

(11:43 am IST)