Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પેજ સમીતીની તાકાત એ છે કે કોઈ હરાવવાની ઈચ્છા રાખે તો હરાવી ન શકે પરંતુ ચૂંટણીમાં મોટી લીડથી કેવી રીતે જીતી શકાયઃ સી.આર.પાટીલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દિવાળીનો સ્નેહમિલન અને જિલ્લા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ

રાજકોટ,તા.૨૦: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અખબારી યાદીમાં જણાવે છે કે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દિવાળીનો સ્નોહમિલન અને જિલ્લા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાં ભવ્ય કાર્યાલય બનાવવા બદલ અભિનંદન તેમના સંબોધનમાં ટકોર કરી કે કોઇ એવું માનતું હોય કે મારા કારણે પાર્ટી જીતે છે તો તે ભૂલી જાય.કાર્યકરો હવે જાગૃત થયા છે. ધારાસભ્ય ચૂટણી હારે તો જિલ્લાને કેવો અન્યાય થાય તે કાર્યકરો સારી રીતે જાણે છે.

 શ્રી સી.આર.પાટીલ અરવલ્લી જિલ્લામાં સૌથી પહેલા પેજ સમીતી બની તે બદલ સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. ેપેજ કમીટીની તાકાત એ છે કે કોઇ હરાવવાની ઇચ્છા રાખે તો હરાવી ન શકે પરંતુ  ચૂંટણીમાં મોટી લીડથી કેવી રીતે જીતી શકાય તે અંગે સૌ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી કોંગ્રેસની બેઠકો પર ભાજપના કાર્યકરોએ ભગવો લહેરાવ્યો છે. ભાજપના કાર્યકરોએ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યા. પેજ કમીટી વધુ મજબૂત થાય તેવા પ્રયત્ન કરજો અને પેજ સમીતીનું કામ માત્ર સભ્ય બનાવવા પુરતું નથી.પેજ સમીતીના સભ્યોને સરકારની યોજનાનો લાભ અપાવવા હાંકલ કરી. નમો એપ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ છે તેમાં જે તે લાભાર્થીઓને લાભ અપાવવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના ઉપ પ્રમુખ અને પ્રભારીશ્રી કૌશલ્યા કુવરબા,રાજય સરકારના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રભારીશ્રી જયશ્રીબેન દેસાઇ,સહપ્રભારીશ્રી ગીરીશભાઇ જાગણીયા, સાબરકાંઠાના પ્રમુખશ્રી જે.ડી પટેલ, સાબરડેરીના ચેરમેન શામળાભાઇ પટેલ, પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખશ્રી હિતેશભાઇ પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

(11:42 am IST)