Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગોંડલ અને શિવરાજગઢના યુવાનોને હાર્ટ એટેકે ભરખી લેતા માળા વીંખાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૦ ઃ વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પરંતુ ક્યારેક તો કુદરત અતિ કઠોર બની જતો હોય તાજેતરમાં જ ગોંડલ અને તાલુકાના શિવરાજ ગઢ ગામે નાની નાની ઉંંમરના યુવાનોને હાર્ટ એટેકથી નિધન થતા પરિવારના માળા વિખાઈ જવા પામ્યા છે.
ગોંડલ શહેરના આસોપાલવ સોસાયટી શંકર વાડી વિસ્તારમાં રહેતા અને પ્રિન્ટિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેનભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા ઉંંમર વર્ષ ૩૦ પરોઢિયે પોતાના પિતાના બુક સ્ટોરે થી ઘરે પરત આવ્યા હતા દરમ્યાન અચાનક હ્દયરોગનો હુમલો આવતાં તેમનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. હિરેનભાઈ પરિવારમાં એકના એક પુત્ર હતા અને ઘરના આધારસ્તંભ હતા તેમને ચાર વર્ષની દીકરી છે તેઓના મોતથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી જવા પામ્યો હતો.
આવો જ બીજો કિસ્સો તાલુકાના શિવરાજગઢ ગામે બનવા પામ્યો હતો પ્રાઇવેટ કંપનીમાં નોકરી સાથે કેટરસનું કામ કરતા વિવેક મગનભાઈ વોરા ઉંંમર વર્ષ ૨૪ ને પણ હાર્ટ એટેક કે ભરખી લેતા બે ભાઈ અને એક બહેનના પરિવારમાં આધાર સ્તંભ સમાન મોટાભાઈનું નિધન થતા પરિવાર અવાચક થઇ જવા પામ્યો હતો.
શહેરના ભોજરાજ પરામાં રહેતા ડિમ્પલબેન પિયુષભાઈ રૈયાણી ઉંંમર વર્ષ ૨૮ ને માત્ર બે દિવસ ડેન્ગ્યુ તાવ આવતા અને વાઇરલ ઇન્ફેકશનની ઝપટમાં આવી જતાં તેઓનું પણ અકાળે નિધન થતા પુત્ર-પુત્રી એ માતાની છત્રછાયા ગુમાવી હતી આવી રીતે ટૂંકા સમયમાં જ શહેર અને તાલુકામાં નાની નાની ઉંંમરના લોકોના નિધન થતાં શહેરમાં દુઃખની લાગણી વ્યાપી હતી.

 

(11:27 am IST)