Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જૂનાગઢની કૈરવી બુચએ સ્કોટલેન્ડમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ ઃ જૂનાગઢના માનસિક રોગના નિષ્ણાંત મનોચિકીત્સક ડો.બકુલ બુચની પુત્રી કૈરવી બુચએ વિદેશમાં પણ જૂનાગઢ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
તાજેતરમાં જ નવરાત્રી દરમ્યાન લંડન (યુકે)માં સિંગર કૈરવી બુચના અનેક કાર્યક્રમોમાં ધુમ મચાવી દીધી હતી. અને તેના બધા જ શો હાઉંસફુુલ રહ્યા હતા. જેને લોકોએ મનભરી માણ્યા હતા જેનાથી પ્રભાવિત થઇને વિશ્વ પ્રખ્યાત સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ તરફથી તેમના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કૈરવીને આમંત્રિત કર્યા હતા ત્યારે આ સમારંભમાં ઉંપસ્થિત રહી જૂનાગઢ જ નહીં ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉંલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ યાર્ડ તરફથી આ પ્રકારનું સન્માન મેળવનાર કૈરવી બુચ પ્રથમ ગુજરાતી કલાકાર છે. (૨૨.૧૨)

 

(11:26 am IST)