Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વિંછીયાના અરવિંદભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપીઃ વિશાલ પટેલ સામે ફરીયાદ

જામકંડોરણાના રોધેલ ગામે એગ્રોની દુકાન બંધ કરવાનું કહી રમેશભાઈ ડોબરીયાને યોગેશ મારડીયાએ ધમકી આપી

રાજકોટ, તા. ૨૦ ઃ. વિંછીયામાં ચર્મ ઉંદ્યોગનું કામ કરતા પ્રૌઢને માટીના ખોદાણ કરવા પ્ર‘ે કોન્ટ્રાકટરે જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં રેવાણીયા રોડ, કસ્તુરબા ગાંધી સ્કૂલ સામે, સરકારી પડતર જમીનમાં ચર્મ ઉંદ્યોગનું કામ કરતા અરવિંદભાઈ રૂપાભાઈ ઘુઘલએ આઈટીઆઈ બિલ્ડીંગના કોન્ટ્રાકટર વિશાલ પટેલ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉંકત સ્થળેથી આરોપી માટી ખોદાણ કરી બીજે લઈ જતો હોય ફરીયાદીએ આ બાબતે પૂછતા આરોપી વિશાલ પટેલે જાતિ પ્રત્યે અપમાનીત કરી ‘તમે મારૂ શું બગાડી લીધુ ?’ તેમ કહી અહીંથી જતો રહે, નહિતર તને અહીં ખાડામાં નાખીને દાટી દઈશ તેવી ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે કોન્ટ્રાકટર સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ ચલાવી રહ્યા છે.
બીજા બનાવમાં જામકંડોરણાના રોધેલ ગામે એગ્રોની દુકાન ધરાવતા રમેશભાઈ જેઠાભાઈ ડોબરીયાને તે જ ગામના યોગેશ ઉંર્ફે લાલો કાળુભાઈ મારડીયાએ દુકાન બંધ કરવાનું કહી ઝઘડો કરી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તથા છરી મારી દેવાની ધમકી આપી હતી. આ અંગે રમેશભાઈએ યોગેશ સામે પોલીસમાં ફરીયાદ કરતા હેડ કોન્સ. ટી.એ. મલેકે તપાસ હાથ ધરી છે.

 

(11:24 am IST)