Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જુનાગઢ કોંગ્રેસ દ્વારા ઇન્દીરા ગાંધી જન્મજયંતિની ઉજવણી

 જૂનાગઢ : જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરાજીની ૧૦૪મી જન્મ જયંતીએ ઈન્દિરાજીએ આપણા દેશના રાષ્ટ્રહિત માટે બલિદાન આપ્યું. આપણા રાષ્ટ્રને મજબૂત નિર્માણમાં વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ સ્થાન અપાવનાર ઇન્દિરાજી ગાંધીનું યોગદાન અમૂલ્ય છે. ત્યારે ઇન્દિરાજીની જન્મ જયંતીએ જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા મોતીબાગ ખાતે ઇન્દિરાજીની પ્રતીમાં એ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ, મનોજભાઈ જોષી, કોર્પોરેટર રાજાકભાઈ હાલા, મનુભાઇ ડાભી, કિશોરભાઈ, કુદુશભાઈ, નંદાભાઈ, યુગભાઈ પુરોહીત સહિતના આગેવાનો, કાર્યકરો સૌ એ પુષ્પાંજલી અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:14 am IST)