Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ધોરાજીમાં કોરોના રસીકરણ ઝુંબેશ :

ધોરાજી : શહેરી વિસ્તારમાં ખાસ કરીને લઘુમતી સમાજના વિસ્તારોમાં વેકિસનેશન ને ઓછો પ્રતિસાદ સાંપડયો હોવાથી જેની નોંધ જિલ્લા કલેકટરે લીધી હતી અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ જાતે ધોરાજી દોડી આવ્યા હતા જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારી મામલતદાર આરોગ્ય વિભાગ સાથે મિટિંગ બાદ લદ્યુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાંલબંધ, મકબૂલભાઈ ગરાણ, અફરોજ ભાઈ લક્કડકુટ્ટ, અબ્દુલભાઈ નલબાધ, શબ્બીર ભાઈ ગરાણા સહિત મુસ્લિમ આગેવાનો બેઠકમાં જણાવેલ કે લઘુમતી વિસ્તારોમાં વેકિસંગ લેવા માટે મુસ્લિમ સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને વ્યકિત માટે જાગૃતતા લાવવા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.કોરોના રસીકરણ ઝુંબેશ કરાય તે તસ્વીર.(તસ્વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

(11:13 am IST)