Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

બોટાદમાં આયોજીત શ્રી હનુમાન ચાલીસા કથાનો વિરામ

વાંકાનેરઃ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શ્રીજી આનંદ ડેવલોપર્સ-રણજીતભાઈ વાળા, હીરેનભાઈ પટેલ દ્વારા બોટાદના આંગણે સરકારી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્યતાથી ભવ્ય 'શ્રી હનુમાન ચાલીસા કથા'નું આયોજન કરવામાં આવેલ. જે કથામાં વકતાપદે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવાળા) એ પોતાની મધુરવાણી સાથે અનેરા સંગીતની શૈલી સાથે હનુમાન ચાલીસાએ વિરામ લીધો હતો. ભાવિક-ભકતજનોને કૃતાર્થ કર્યા હતા. કથામાં સંગીતમાં શ્રી નિલકંઠ ભગત તથા સંગીતના સાથીદારોએ અનેરા સંગીત સાથે કીર્તન-ભજનો સાથે કથામાં સંગીતની રંગત જમાવી હતી. ગઈકાલે કથાની પૂર્ણાહુતિ પ્રસંગે બોટાદ શહેરની વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-અગ્રણીઓ તેમજ દાદાના દૂર-દૂરથી ભકતો આવેલા હતા. મુસ્લિમ ભાઈઓ-અગ્રણીઓ પણ આવ્યા હતા. કથાના આયોજક રણજીતભાઈ વાળા, હીરેનભાઈ પટેલનું અનેક સંસ્થાઓએ સન્માન કરેલ હતું. તેમજ પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આવેલ સૌ ભકતજનોને પ્રસાદીરૂપે ફુલની માળા પહેરાવી હતી. છેલ્લે દિવસે કથામાં પૂ. શાસ્ત્રીજીએ કહેલ કે કથાના માધ્યમથી તમે સાત દિવસથી શ્રી હનુમાનજીના ગુણગાન સાંભળ્યા દાદા તમારા મનોરથ પુરા કરે એવી પ્રાર્થના કરૂ છું. તમને જે ભગવાનમાં શ્રધ્ધા હોય તેની કંઠી બાંધજો. હનુમાનજી મહારાજદાદાના જીવનમાં નિરંતર ભજન હતુ, હું દાદાના ચરિત્ર એટલે ગાઉં છું, ભારતના યુવાનો શ્રેષ્ઠ ચરિત્રમાં જાય. કથાના અંતમાં હિરેનભાઈ પટેલે સૌનો આભાર માનેલ હતો અને પૂ. શાસ્ત્રી સ્વામી, કોઠારી સ્વામી, સંતોનો, શ્રોતાઓનો આભાર માનેલ હતો. હજારો ભાવિકો ઉમટ્યા હતા.

(11:09 am IST)