Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

બોટાદમાં આયોજીત શ્રી હનુમાન ચાલીસા કથાનો વિરામ : ભાવિકોની ઉપસ્થિતી

 વાંકાનેર,તા.૧૯ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપુરધામ ના પ પૂ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શ્રીજી આનંદ ડેવલોપસ-  રણજીતભાઇ વાળા, તથા હિરેનભાઈ પટેલ દ્વારા બોટાદના આગણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી ભવ્યતાથી ભવ્ય  શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન સરકારી હાઈસ્કૂલ, સ્ટેશન રોડ ના વિશાળ ગ્રાઉન્ડ માં આયોજન કરવામાં આવેલ જે કથામાં વકતા પ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપરકાશદાસજી સ્વામી (અથાણાવાળા) જે પોતાની મધુર વાણી સાથે શ્રી હનુમાન ચાલીસાની અદભુત કથા નું હનુમંત ચરિત્ર સાથે અનોખા કીર્તન, સાથે રસપાન કરાવી રહયા છૅ જે કથામાં ગઈકાલે તારીખ : ૧૮/૧૧ / ૨૧ને ગુરૂવારના રોજ બોટાદ શહેર ની અનેક સામાજિક સંસ્થા, શેક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, પોલીસ સ્ટાફ, તમામ સરકારી ઉચ્ચ અધિકારીશ્રીઓ, કવિશ્રીઓ તેમજ માત્ર બોટાદ જ નહીં પરંતુ દૂર દૂર થી દાદાના ભકતજનો ગઈકાલે કથા માં આવેલા અને અસંખ્ય લોકોએ પ પૂ.શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ મેળવેલ અને પૂજ્ય શાસ્ત્રી શ્રી બધા ભકતજનોને પુષ્પોની માળા પહેરાવી હતી આ ઉપરાંત કથાના આયોજક રણજીતભાઇવાળા તથા હિરેનભાઈ પટેલનું પણ અનેક લોકોએ અનેક સંસ્થા એ, મહાનુભાવો એ સન્માન કરેલ ગઈકાલે કથા માં અનેક સંતો પધાર્યા હતા જેમાં પ પૂ સ્વામી શ્રી જગત સ્વામી, સ્વામી શ્રી કીર્તન સ્વામી, શ્રી નીલકંઠ ભગત આ ઉપરાંત જેમના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય દિવ્ય કથાનું આયોજન થયેલ એવા પ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી પણ કથામાં પધાર્યા હતા તેમજ હજારો ભાવિકોએ ગઈકાલે કથા શ્રવણનો લાભ લીધેલ હતો બોટાદના નગરજનો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા બે મહિનાથી જહેમત ઉઠાવી રહયા હતા એમ પૂજ્ય શ્રી જગત સ્વામીએ કહેલ હતું આજે આ દિવ્ય કથાની પુર્ણાહુતી રાત્રે થશે.

(11:08 am IST)