Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઉપલેટામાં મહિનાના ત્રીજા રવિવારે યોજાતા નિદાન કેમ્પમા આવતીકાલે સર્વરોગ નિદાન તથા નેત્રયજ્ઞ

ઉપલેટા તા.૨૦ : માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર જાહેર જનતાની સુખાકારી માટે ઓપરેશન નિદાન કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે રાખવામાં આવે છે. ઉપલેટા શહેરમા રપ વર્ષથી અનેકવિધ સેવા પ્રવૃતિઓ દ્વારા લોકહૃદયમા વસેલા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઇ રાઠોડ તથા કડવા પટેલ સોશ્યલ ગૃપ અને કેપીએસએનએ અમેરિકા દ્વારા કાલે તા. ૨૧ રવિવારે સવારે ૯ થી ૧૨ અહીના આદર્શ સ્કુલ જેરામભાઇ હોલ પાસે રાખેલ છે.

આ કેમ્પમા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્તન કેન્સર તેમજ ગર્ભાશયના કેન્સરનુ માર્ગદર્શન અને સારવાર અપાશે બહેનો માટે હીમોગ્લોબીન દવા વિનામુલ્યે આપવામાં આવશે તથા લીરબાઇ સેવા સમિતિ દ્વારા પાન ફાકી ગુટકા દારૂ છોડવા માંગતા લોકોને વિનામુલ્યે ઔષધીય દવા અપાશે અને હૃદયરોગના દર્દીઓ માટે ઇસીજી તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવશે.

કેમ્પના દાતા તરીકે સ્વ.હર્ષ પ્રભુદાસભાઇ ભલાણીના સ્મરણાર્થે હસ્તે પ્રભુદાસભાઇ મુળજીભાઇ ભલાણી પરિવાર રહેશે. આ તકે અમેરિકા સ્થિત જાણીતા દાનવીર ગીરીશભાઇ સીણોજીયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, કુતિયાણાના હેલ્થ ઓફીસર ડો.અર્જુનભાઇ બાબરીયા સહિત શાંતિલાલ ગજેરા, ચંદ્રપાસિંહ જાડેજા સહિતનાઓ ખાસ હાજર રહેશે. આ તકે ખીરસરા ગુરૂકુળના સ્વામી નારાયણસ્વરૂપદાસજી, ટીંબળી ગુરૂકુળના ધર્મસ્વરૂપદાસજી સ્વામી સહિતનાઓ હાજર રહેશે.

આ કેમ્પમા આંખોના ઓપરેશન, આધુનીક ફેકો મશીનથી નેત્રમણી બેસાડવામા આવશે. આ કેમ્પમાં શ્રી રણછોડદાસ આશ્રમ રાજકોટ હોસ્પિટલની ટીમ પોતાની સેવા આપશે તેમજ બાળકોના જન્મજાત ખોડખાપણના હાડકા રોગના નિષ્ણાંત, કીડની રોગના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, જનરલ સર્જરી, મણકા, ગોઠણ, થાપા અને સાંધાના નિષ્ણાંત, હૃદયરોગ નિષ્ણાંત, દાંતના સર્જન, સ્ત્રીરોગ, ચામડી રોગ, હરસ મસાના નિષ્ણાંત, નેચરોપથી નિષ્ણાંત, વા સહિતના રોગોના નિષ્ણાંતો પોતાની સેવા આપશે.

આ કેમ્પમા આવતા તમામ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. કેમ્પમા નામ નોંધાવવા માટે લાલજીભાઇ રાઠોડ મો. ૮૦૦૦૩ ૮૨૩૮૨, મનીષભાઇ કાલરીયા મો. ૯૦૧૬૫ ૫૩૩૪૪ ઉપર સંપર્ક તેમજ કેમ્પમાં આવનાર તમામે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવુ ફરજીયાત રહેશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(11:04 am IST)