Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઉના હાઇવે ઉપર હેલ્મેટ વિના વાહન ચલાવતા બે દિ'માં ૯૯ લોકો દંડાયા

ઉના તા.૧૯ : હાઇવે ઉપર બે દિ'માં પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવતા ૯૯ વ્યકિતઓને પોલીસે દંડ કર્યા હતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જૂનાગઢ રેન્જ, જૂનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન મુજબ હાઇવે ઉપર ગંભીર અકસ્માતો બનતા હોય તેમજ વાહન ચાલકો હેલ્મેટ વગર વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઉના પીઆઇ વી.એમ.ચૌધરીનાઓએ પો.સ્ટે.માં પોલીસ ટીમ બનાવી આવા ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના કરતા જે અનુસંધાને  એ.એસ.આઇ ડી.જે.સિંધવ તથા એ.એસ.આઇ બી.કે.વાજા તથા પો.કોન્સ અવિરાજસિંહ ગંભીરસિંહ રાઠોડ તેમજ ટ્રાફીકના માણસો સાથે ઉના ભાવનગર રોડ ઉપર નેશનલ હાઇવે ઉપર બેરીકેટ રાખી વાહન ચેકીંગ કરી હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતા ઇસમો કુલ ૩૯ તેમજ ફોરવ્હીલમાં  સીટ બેલ્ટ વગર કુલ ૪ ઇસમો તેમજ ચાલુ ગાડીએ સેલફોન પર વાત કરતા કુલ ૧ ઇસમ તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા મળી આવતા એક ઇસમ વિરૂધ્ધ એમવી એકટ કલમ ૨૦૭ મુજબ વાહન ડીટેઇન કરી કુલ એનસી ૪૪ દંડ રૂપિયા ૨૨૦૦૦ દંડાત્મક કાર્યવાહી કરેલ છે.

તેમજ બીજે દિવસે એએસઆઇ ડી.જે.સિંધવ તથા એએસઆઇ બી.કે.વાજા તથા પોકોન્સ અવિરાજસિંહ ગંભીરસિંહ રાઠોડ તેમજ ટ્રાફીકના માણસો સાથે ઉના વેરાવળ રોડ ઉપર નેશનલ હાઇવે ઉપર બેરીકેટ રાખે વાહન ચેકીંગ કરી હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતા ઇસમો કુલ ૬૦ તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા મળી આવતા એક ઇસમ વિરૂધ્ધ એમવી એકટ કલમ ૨૦૭ મુજબ વાહન ડીટેઇન કરી કુલ એનસી ૬૦ દંડ રૂપિયા ૩૦ હજાર દંડાત્મક કાર્યવાહી કરેલ છે.

(11:03 am IST)