Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મોટી પાનેલી કૃષિ કાનુન રદ્દ થતા કોંગ્રેસ કમિટિ અને ખેડૂતો દ્વારા મીઠાઇ વહેંચી ફટાકડા ફોડયા

અહંકાર સામે સત્યની જીત થઇ છે - જતીન ભાલોડિયા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૨૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદી દેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એકવર્ષથી દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને દિલ્લી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા હતા. કૃષિ કાયદાના વિરોધમાં સાતસો જેટલાં ખેડૂતોએ બલિદાન આપી શહાદત વહોરી લીધી હોય તેવા કાળા કાયદાનો વિરોધ મોટી પાનેલીના ખેડૂતો દ્વારા પણ અવાર નવાર કરવામાં આવી રહ્યો હતો.

જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના કિસાનોની માફી માંગી કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે પાનેલી તેમજ વિસ્તારના ખેડૂતો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા રાત્રીના આઠ વાગ્યે પાનેલીના કાળવા ચોક વિસ્તારમાં કોંગ્રેસ કમિટીના સભ્યો જતીન ભાલોડીયા, હરસુખભાઇ ઝાલાવડીયા, દિનેશભાઇ વેકરીયા, ભાવેશ કાલરીયા સાથે ખેડૂત આગેવાનો અનિલભાઈ ચાડસનીયા, ડાયાભાઇ વગેરે ખેડૂતોએ એકબીજાને શુભેચ્છા પાઠવી મીઠાઈ વહેંચી ફટાકડાની જોરદાર આતશબાજી કરવામાં આવેલ તમામ કાર્યકર્તાઓને જિલ્લા પંચાયત સદસ્ય મીરાબેન ભાલોડીયા તરફથી અભિનંદન પાઠવેલ.

ખેડૂતો અન્નદાતા છે જો કોઈપણ સરકાર ખેડૂતોનું અહિત કરશે એમને આજ નહીં તો કાલ ઘર ભેગું થવું પડશે ગુજરાત સરકારે પણ મારાં વિસ્તારમાં વરસાદને લીધે પાક નિષ્ફળ ગયો હોવા છતાં પાનેલી સહીતના ગામડાઓ ને સહાય પેકેજ માંથી બાકાત રાખી વિસ્તારના ખેડૂતોને જે અન્યાય કાર્યો છે તે અન્યાય ખેડૂતો ભૂલી નહીં શકે માટે હજુપણ સરકારને હું બે હાથ જોડી વિંનતી કરું છું પાનેલી સહીત જે ગામો ને સહાય પેકેજમાં બાકાત રાખેલ છે તેનો સમાવેશ કરી ખેડૂતોને સહાય ચૂકવે નહીતો આ વિસ્તારનો ખેડૂત સરકારને માફ નહીં કરે. તેમ મીરાબેન ભાલોડીયા, જિલ્લા પંચાયત સદસ્યએ જણાવ્યું છે.

(11:02 am IST)