Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદી - ડાયમંડ વાઘાનો શ્રૃંગાર

 વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત પ્રસિદ્ઘ તીર્થધામ સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક અને જયાં ધજા ફરકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની એવા સાળગપુર રૂડા ધામમાં હજારો ભાવિક ભકતજનો, હરિ ભકતો દરરોજ દૂર દૂરથી દાદાના દર્શનાથે આવે છે અને દાદાના દર્શન કરીને તન, મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે એમાંય શનિવાર, રવિવાર અને પૂનમના તો હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે આજે તા. ૨૦ના શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ચાંદીના અને ડાયમંડ સાથે અદભુત 'વાંધા' દાદાને પહેરાવેલ છે તેમજ દાદાના સિંહાસનને અનોખા પુષ્પોના શણગાર દર્શન કરવામાં આવેલ છે આજે શનિવાર હોય દાદાના દરબારમાં હજારો ભાવિકોએ દર્શનનો સવારની મંગળા આરતી તથા શણગાર આરતીનો લાભ લીધેલ અને ગઈકાલે દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમા હોય દાદાના ભકતો જે આવેલા જે ગઈકાલે રાત્રે સાળંગપુર રોકાય ગયેલા અને આજે શનિવારના દર્શનનો લાભ મળે એ માટે રોકાયેલ હતા, આજે મંગળા આરતી પ.પૂ.પૂજારી સ્વામીશ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી.કે. સ્વામી) દ્વારા કરવામાં આવેલ તેમજ દાદાની દિવ્ય ભવ્ય  શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાંવાળા) દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે પ. પૂ. કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, તથા સર્વે સંતો, આર્યન ભગત, શ્રી નીલકંઠ ભગત વગેરે હાજર રહેલ તેમજ આજે શનિવાર હોય દાદાના નિજ મંદિર તેમજ મંદિર પરિસર ગ્રાઉન્ડમાં સવારે મંગળા આરતીમાં ઉભા રહીને દાદાની આરતી હજારો ભાવિકોએ કરેલ હતી, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું. આરતી સમયમાં ભાવિકો ભાવવિભોર થઈ જાય છે.

(10:59 am IST)