Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ યોજાયો

ઉંપરોકત તસ્વીરમાં પૂ. જેન્તિરામબાપા સત્સંગમાં ગુરૂ મહિમા વર્ણવી રહ્યા છે અને આ પ્રસંગે ઉંપસ્થિત સત્સંગીઓ નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ : જામજોધપુરથી ૨૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિત્તે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામબાપાના ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પૂ. જેન્તિરામબાપા આધ્યાત્મિક જીવનમાં નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેવી રીતે થાય ? તે અંગે માર્ગદર્શન આપશે. તેમજ આપણા શાસ્ત્રો પુરાણોમાં રહેલ દેવદિવાળી તથા ગુરૂનાનક જયંતિનું અને જીવનમાં ગુરૂનો મહિમા શું, ગુરૂની ભૂમિકા શું ? તે વિષય પર સત્સંગ દ્વારા મુમુક્ષો સૌ ભકતોને પ્રવચન આપશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત મુંબઈ તેમજ દેશ-વિદેશથી ભાવિકો ઉંપસ્થિત રહી ધર્મલાભ લેવાના હોય જેને ધ્યાને લઈ પૂ. બાપાના માર્ગદર્શન હેઠળ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઈ શીલુ મુંબઈના સેવક સતિષભાઈ પરમાર તેમજ રાજેશભાઈ શીલુ, હિતેષભાઈ શીલુ અને કમલેશભાઈ શીલુ સહિત સત પરિવારના ભકતોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉંઠાવી હતી.

 

(10:27 am IST)