Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામકંડોરણામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સ્વાગત ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે વિવિધ સહાયના ચેકનું વિતરણ :

જામકંડોરણા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર યાત્રા જામકંડોરણા ખાતે આવી પહોંચતા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તેમજ ઉંપસ્થિત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સરદાર પટેલ સાંસ્કૃતિ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમનું ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાભાથીઓને સહાયના ચેકનું વિતરણ તેમજ મંજૂરીના હુકમોનું ધારાસભ્ય શ્રી તેમજ ઉંપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટ જીલ્લા ભાજપ ઉંપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય કંચનબેન બગડા, જયોત્સનાબેન પાનસુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઇ બાલધા, ઉંપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, પ્રાંત અધિકારી જી. વી. મિયાણી, ડી. આર. ડી., એ. જે. કે. પટેલ મામલતદાર વી. આર. મુળિયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, સહિતના આગેવાનો તેમજ અધિકારીઓએ હાજરી આપી હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખભાઇ બાલધા જામકંડોરણા)

 

(10:26 am IST)