Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

લોધીકાના ફોફર નદી ઉંપર ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ પુલનું લાખાભાઇ સાગઠીયાના હસ્તે લોકાર્પણ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ર૦ :  લોધીકામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથનું આગમન થયેલ જેમાં રાજકોટ - કાલાવડ હાઇવેથી લોધીકા તાલુકા મથકને જોડતા મુખ્ય માર્ગ પરના વર્ષો જુના ફોફર નદીના બેઠા પુલનો ચોમાસામાં તાલુકા મથકે આવતા મેટોડા જીઆઇડીસીના ઉંદ્યોગપતિઓ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીની મુખ્ય માગણી હતી આ બેઠો પુલ છે જેની જગ્યાએ મોટો બ્રીજ બનાવાની જે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ રૂપિયા ૭ કરોડના ખર્ચે મંજૂર કરાવી તેનું તેમના વરદ હસ્તે ખાતમુહુત કરેલ અને આજ આ બ્રિજ બનીને તૈયાર થઇ જતા તેમના જ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંર્તગત આત્મ નિર્ભર ગ્રામ રથનું લોધીકામાં આગમન થતાં લોધીકા તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ જીલ્લાના અધિકારી શ્રી તેમજ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા દંડક મુકેશભાઇ તોગડીયા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, તાલુકા પંચાયત ઉંપપ્રમુખ કિશોરભાઇ વસોયા, તાલુકા સદસ્ય ભરતસિંહ જાડેજા ઉંમેશભાઇ દેસાઇ રાહુલસિંહ જાડેજા, મીલન કથીરીયા, વિગેરેની ઉંપસ્થિતમાં લોધીકાની ફોફર નદીના બ્રીજ લોકાર્પણ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ કરેલ અને જણાવેલ કે આ બ્રિજ બનાવવાની માગણી ર૦૧૭ વિધાનસભાની ચૂંટણી વખતે મારી સમક્ષ ગ્રામજનો દ્વારા મુકવામાં આવી હતી.
ત્યારે શ્રી સાગઠીયાએ વચન આપ્યુ હતું કે આ બ્રીજનું ખાતમુર્હુત પણ હુ કરીશ અને લોકાર્પણ હુ કરીશ આ બ્રિજ બનતા લોધીકા તાલુકાના ૧પ જેટલા ગામોના લોકોને ચોમાસા દરમિયાન તાલુકા મથકે જવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડતો તે પ્ર‘ આ બ્રિજ બનતા હલ થઇ ગયેલ છે જેની ખુશી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો આગેવાનોમાં જોવા મળેલ છે. અને લોકો અને ગ્રામજનો દ્વારા સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા લોધીકા તાલુકા ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો.  

 

(10:26 am IST)