Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામનગર નજીક હાપા જલારામ મંદિરે મોતિયાના દર્દીઓ માટે નો મેગા કેમ્પ યોજાયો

હાપા જલારામ મંદિર અને તેને સંલગ્ન સંસ્થાઓ દ્વારા ૧૨૦ જેટલા કેમ્પ યોજીને ૨,૬૪૦ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાયા

 જામનગર :જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ને સંલગ્ન  સંસ્થા તેમજ રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા મોતિયાના ઓપરેશનના કેમ્પમાં ૯૧ દર્દીઓએ લાભ લીધો હતો, જે પૈકી ૪૧ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે રણછોડ દાસ બાપુ આશ્રમની હોસ્પિટલમાં બોલાવાયા છે. જલારામ સેવા ટ્રસ્ટ હાપા અને સંલગ્ન સંસ્થાઓ તથા રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દસ વર્ષમાં ૧૨૦થી વધુ કેમ્પ યોજાયા છે, જેમાં  ૨,૬૪૦ દર્દીઓ ના મોતિયા ના ઓપરેશન કરાયા છે.

જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ- અન્નક્ષેત્ર, તેમજ જલારામ મંદિર હાપા કે.જે ત્રણેય સંલગ્ન સંસ્થાઓ દ્વારા જલારામ બાપાનો વિશ્વવિક્રમી રોટલો બનાવાયો છે, અને ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે સંસ્થાઓ દ્વારા રાજકોટ ની સેવાભાવી સંસ્થા શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શુક્રવાર તારીખ ૧૯.૧૧.૨૦૨૧ ને ગુરૂનાનકદેવ ની ૫૫૨ મી જન્મ જયંતી ના દીવસે આંખના મોતિયા ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
 આ કેમ્પમાં ફુલ ૯૧ દર્દીઓએ ની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૪૧ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સંસ્થા હોસ્પિટલમાં બોલાવ્યા છે. આ મેગા કેમ્પમાં ડો. બળવંત ભાઈ બોરીસાગરે સેવા આપી હતી.
 હાપા જલારામ મંદિર સ્થિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ તથા અન્ય સહયોગી સંસ્થાઓ ઉપરાંત શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અત્યાર સુધીમાં દસ વર્ષના સમયગાળા દરમિયાન ફુલ ૧૨૦થી વધુ મોતિયાના કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ૨,૬૪૦ દર્દીઓને મોતિયા ના ઓપરેશન રણછોડદાસ બાપુ ની આંખ ની હોસ્પિટલમાં કરી આપવામાં આવ્યા છે.
રાજકોટની રણછોડદાસબાપુ આશ્રમ ની સેવાભાવી સંસ્થા કે જેઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આંખના મોતિયા ના દર્દીઓના ઓપરેશન માટેનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને અનેક દર્દીઓ ના ઓપરેશન સફળતાપૂર્વક કરી દેવામાં આવ્યા છે. જે ભગીરથ કાર્યમાં જામનગર શહેરમાં જલારામ સેવા ટ્રસ્ટ તથા તેને સંલગ્ન સંસ્થાઓ સહયોગી બની છે, અને એકબીજાના સહકારથી અનેક દર્દીઓ ના મોતિયા ના ઓપરેશન વિનામૂલ્યે કરી આપી અનન્ય સેવા પૂરી પાડી છે

(12:39 am IST)