Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કમોસમી વરસાદના કારણે કચ્છ જિલ્લામાં ખેડૂતોના પાકને મોટા નુકસાનની શક્યતા

માવઠાથી ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતા પણ વધી :એરંડા, કપાસ, તલ સહિતના પાકને નુકસાનની ભિતી

ભુજ : કમોસમી વરસાદના કારણે કચ્છ જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે એરંડા, કપાસ, તલ સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. માવઠાથી ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતા પણ વધી છે. રાપરના નંદાસર,ચિત્રોડ,બાલાસર,જાટાવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

(11:57 am IST)