Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમરેલી જીલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ: દલખાણીયા, કાંગસા, ચાચાઇમાં વરસાદ વરસ્યો

આંબાગાળા,મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ :રવીપાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની

અમરેલી જીલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો હતો. સમગ્ર જિલ્લામાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જેમાં ધારી ગીર કાંઠાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. દલખાણીયા, કાંગસા, ચાચાઇ જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. આંબાગાળા,મીઠાપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રવીપાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

(11:01 pm IST)