Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વાંકાનેરના ઢુવાથી માટેલ સુધીનો ૭ કીમી સીસીરોડનું ખાતમુહુર્ત

મોરબી :  માટેલ ખોડીયાર મંદિરે હજારો શ્રદ્ઘાળુઓ જતા હોય છે ઉપરાંત માટેલ રોડ પર અનેક ફેકટરીઓ પણ ધમધમતી હોય છતાં રોડ બિસ્માર હાલતમાં હોય જે અંગે ઉદ્યોગકારોએ અનેક વખત રજૂઆત કરી હતી અને આખરે માટેલ ઢુવા રોડ સીસીરોડ બનાવવા મંજુરી મળી હોય જેથી આજે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું સરકારના લોકભાગીદારી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે સીસીરોડ બનાવાશે જેનું ખાતમુર્હત કરાયું હતું માટેલ ઢુવા રોડ ૬ થી ૭ કિલોમીટર લંબાઈનો રોડ છે જે ૭ મીટર પહોળો આરસીસી રોડ બનાવાશે લાંબા સમયથી રોડ બિસ્માર હોય જે રોડનું ખાતમુર્હત કરવામાં આવતા ઉદ્યોગકારો, માટેલ દર્શનાર્થે જતા શ્રદ્ઘાળુઓમાં ખુશી જોવા મળી રહી છે ખાતમુર્હત કાર્યક્રમમાં ઢુવા અને માટેલના ઉદ્યોગપતિઓ, તેમજ માટેલ, ઢુવા, લાકડાધાર ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોડ કામનું ખાતમુહુર્ત કરાયુ તે તસ્વીર.

(11:12 am IST)
  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST