Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પોરબંદરમાં આરટીઆઇ એકટીવીસ્ટ તથા તેના કાકા ઉપર હૂમલો?

રોડ સહિત નબળા કામો સામે રજૂઆતો કરનાર ઉપર વધતા જોખમ સામે રોષઃ પગલા લેવા માગણી

પોરબંદર તા. ર૦ :.. શહેરમાં રોડ સહિત નબળા કામ સામે રજૂઆત કરનારા સામે અમુક કહેવાતી ગેંગના માણસો દ્વારા જોખમ ઉભુ થઇ રહ્યુ છે. તેવી ચર્ચા ઉઠી છ.ે

શહેરમાં વિકાસના નબળા કામો સામે તંત્રમાં સમયાંતરે રજૂઆત કરનાર એક આરટીઆઇ એકટીવીસ્ટ ઉપર કહેવાતી ગેંગના સભ્યોએ હૂમલો કરેલ હતો આ હુમલામાં સાથે રહેલ આરટીઆઇ એકટીવીસ્ટના કાકાને પણ ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે. ફરીયાદ થયાનું જાણવા મળતું નથી.

શહેરમાં વિકસા કામોના નબળા કામ સામે આરટીઆઇ તથા અસરકાર રજૂઆતો કરનારા સામે જોખમ વધી રહ્યું હોય તેમ અગાઉ પણ આ આરટીઆઇ એકટીવીસ્ટ ઉપર હૂમલો કર્યો હતો. પાલીકા બોર્ડ વિસ્તારમાં પેવર બ્લોકના પુરતા કામ થયેલ નથી ભાટીયા બજારમાં ઉપાશ્રય જતા રોડ ઉપર પેવર બ્લોક સહિત રોડના નબળા કામો તે સામે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.

(1:20 pm IST)