Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

તાળાજામાં રોડના નબળા બાંધકામની ફરીયાદ આખરે સાચી ઠરી : ગુપચુપ કપચીઓ પરત લઇ ગયા

હવે નવી ગ્રાંટમાંથી તો સારો રોડ બનાવજો : ગ્રામજનોની તંત્રને શીખ

ભાવનગર તા.૨૦ :  તળાજા નગરપાલિકા હદમાં વરસાદ પહેલાજ તૂટીને ભંગાર મોટા ભાગના રસ્તાઓ બની ગયાહતા. તેમાંય વધુ વરસાદ પડતાં રસ્તાઓ તેના કારણે તૂટી ગયાની અને રાજય સરકારે દિવાળી પૂર્વે તાત્કાલિક ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક રસ્તા મરામત ની આપેલી ગ્રાંટ માંથી બનાવવમાં આવતા રસ્તા પર પાથરવામાં આવેલ મટિરિય નબળું હોવાની અને એકજ દિવસ માં કકરાઓ ઉડવા માંડતા ઉઠેલી વ્યાપક ફરિયાદ બાદ આજે વપારેલ મટિરિયલ પરત ભરવામાં આવ્યૂ હતું.

તળાજામાં ડો.બલદાનિયા ની હોસ્પિટલ થી પેટ્રોલપંપ તરફ જતો રસ્તો અતિશય બિસમાર આમતો વરસાદ પહેલા થઈ ગયેલ.ઙ્ગ આરસ્તાની મરામત રીસરફેશ ની કામગીરી હાથ ધરવામાં આવેલ.જે ડામર સાથે કપચી વાપરવામાં આવી હોય તે આજે મજૂરો દ્વારા પરત ભરવામાં આવી રહી હતી. મજૂરો પાવડો મારી મટીરીયલ ટ્રેકટરમાં ભરતા હતા. એ જોઈને રાહદારીઓ કહેતા સાંભળવા મળ્યા હતા કે આવી રોડ નાકામમાં બે દરકારી કયારેય નથિ જોઈ.એવું નબળું કામ લોકોની નઝર સામેજ દેખાઈ રહયુ હતુંકે એકજ દિવસમાં કપચીઓ ઉડવા લાગી હતી.જેને લઈ લોકોમાં કચવાટ ફેલાયો હતો.

આથી સબંધિતો એ વપરેયલ મટીરીયલ આજે ફરી ભરી લેવાની ફરજ પડી હતી. પાલિકા માં આવનાર દિવસો માં પોણા કરોડ રૂપિયા ના ખર્ચે ખાસ મળેલ ગ્રાન્ટ માંથી રસ્તાઓ ની મરામત થનાર છે.તેને લઈ કામ મજબુત થાય તેવી લાગણી સાંભળવા મળી હતી.

(12:12 pm IST)