Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વેરાવળ-પાટણ શહેરના મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલાઓનું સન્માન હાર્દિકભાઈ પટેલની ઉપસ્થિત

વેરાવળ, તા. ર૦ :  હેલ્પ એજયુકેશન અઙ્ખન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ પાટણ ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો  ઇનામ વિતરણ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું.સઁસ્થાના પ્રમુખ અફઝલ સર દ્વારા જણાવાયું હતું કે આજના આધુનિક યુગ મા શિક્ષણ દ્વારા દુનિયાને મુઠ્ઠીમા કરી શકાય છે,જે તાકાત કલમ મા છે તે દુનિયા ના કોઈ હથિયાર મા નથી. મુસ્લિમ સમાજ ને જો પ્રગતિ કરવી હોય તો તેણે ગુણવતા શિક્ષણ મેળવવું પડશે. કાર્યકમના અતિથિ કોંગ્રેસના રાષ્ટ્રિય યુવા નેતા હાર્દિકભાઈ પટેલએ આ પ્રસંગે સરદાર પટેલ અને મૌલાના આઝાદને યાદ કરી અને હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારા નો ઉપદેશ આપેલ કાર્યક્રમમાં તેમજ સોમનાથ મતવિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પણ સમાજ શિક્ષણ દ્વારા રાજકીય અને સામાજિક  રીતે આગળ વધી શકે છે.

કોંગ્રેસ અગ્રણી ડો.નિશાંત ચોંટાઈ એ શિક્ષણનું મહત્વ સમજાવેલ હતું,કાર્યકમમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેંસલા,રિતેશભાઈ ફોફનડી, હાજી સફીભાઈ મૌલાના,કોંગ્રેસ અગ્રણી જયકરભાઈ ચોંટાઈ,દિનેશભાઇ રાયઠઠ્ઠા, ફારૂકભાઈ બુઢીયા, ગુલામભાઈ ખાન,બિલ્ડર એસો.પ્રમુખ બાદલભાઈ હુમબલ, ફારૂકભાઈ સોરઠીયા, નગરસેવકો અનુભાઈ ડેની,અલતાફભાઈ ચૌહાણ, મુસાભાઈ વાંકોટ, સૈયદ સબબીર બાપુ,  મૌલાના સરફરાઝ નુરી, રફીકભાઈ મૌલાના, ફાલ્ગુનભાઈ, રસિકભાઈ, ફારૂકભાઈ પેરેડાઈઝ, ઇમરાન જમાદાર, હાજી રિયાઝ,  ઇમરાન રામશા,  હસનભાઈ કુરેશી, અબુમિયા શેખ,વલીશા બાપુ, કાલુભાઈ મન્સૂરી, મુનાફભાઈ વોરા, કાલવાત સર, હાજીભાઈ પંજા, આસિફભાઈ ખમ્મા, મુસ્લિમ સમાજ ના પટેલો, પાટીદાર સમાજના અગ્રણી બકુલભાઈ પટેલ અને પાટીદાર સમાજ ની ઉપસ્થિત હતી. કાર્યકમને સફળ કરવા માટે ટીમ હેલ્પ ના સાથીઓ એ મહેનત કરેલ હતી.

(12:04 pm IST)