Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

દોઢ વર્ષથી ફરાર પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી જામનગર પોલીસ

જામનગર,તા. ૨૦ : સીટી બી ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૧૧૨૩૭/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એ,ઇ ૮૧,૧૧૬ (બી), ૯૮ (૨) મુજબના ગુનામાં દોઢેક વર્ષ પહેલા નાસતો ફરતો આરોપી યશપાલસિંહ ઉર્ફે મામા પ્રવિણસિંહ ઝાલા રહે. કટોસણ ગામે, હિરાબાનો મઢ તા. જોટાણા જી. મહેસાણા વાળો જોટાણા તાલુકા ખાતે હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ ફર્લો સ્‍કવોર્ડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયાન, ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

ડીઝલનો જથ્‍થો પકડાયો

સચાણા ગામમાં રહેતા ફારૂકભાઇ જુનુસભાઇ કકલ પોતાના ઘરે કોઇ બીલ કે આધાર વગરના ગેરકાયદેસર ડીઝલનો જથ્‍થો રાખેલ છે અને તેનું વેચાણ કરે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા સદર જગ્‍યાએથી પેટ્રોલીયમ પદાર્થે ડીઝલ ભરેલ કુલ-૨ કેરબા કુલ લીટર ૧૦૫ કુલ કિં. રૂા. ૯૯૫૦ નો જથ્‍થો કોઇ બીલ કે આધાર પુરાવા વગર રાખી મળી આવતા સદરહું ડિઝલના જથ્‍થાને શકપડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્‍જે કરી મજકુર આરોપી વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

ચોખાનો જથ્‍થો જપ્‍ત

અહી હાપા, શ્રીજી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ નયનભાઇ સુરેશભાઇ ભાયાણી રહે. સાધના કોલોની, રણજીતભાઇ રોડ, જામનગર વાળાના ગોડાઉનમાં મજકુર ઇસમ શંકાસ્‍પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલ ચોખાના બાચકા રાખેલ છે. જેથી સદરહું જગ્‍યાએ રેઇડ કરતા ત્‍યાંથી કુલ-૪૬ ચોખા ભરેલ બાચકા કુલ વજન ૨૩૦૦ કિલો જેની કુલ કિ. રૂા. ૪૬,૦૦૦ નો મુદ્દામાલ કોલ બીલ કે આધાર વગર મળી આવતા જે આ તમામ મુદ્દામાલ મજકુર ઇસમએ કોઇ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મજકુર ઇમસ પાસેથી કબ્‍જે કરેલ છે અને મજકુર આરોપી વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી તથા પો.સ.ઇ. જે.ડી. પરમાર સા.ની સુચના એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(2:18 pm IST)