Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પાટડીનાં અખીયાણામાં બાઇક અથડાવવામાં ડખ્ખો થતા ફાયરીંગ : એકને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦: પાટડી તાલુકાના અખીયાણા ગામે કારમાં આવેલા શખ્સોએ ફાયરીંગ કરતા એક વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં વિરમગામ હોસ્પિટલે લઈ જવામાં આવેલો હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે બજાણા પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

અખીયાણા ગામે બે શખ્સો વચ્ચે સામસામા બાઈક અથડાવા બાબતે બોલાચાલી થયા બાદ કારમાં આવેલા ચાર શખ્સોએ સામેવાળાના ઘર પાસે જઈને ફાયરીંગઙ્ગ કરી હતી. બનાવમાં બિસ્મીલ્લાખાન રહેમતખાન જતમલેકને જમણા પગમાં ગોળી વાગતા વિરમગામ હોસ્પિટલે લઈ જવાયા હોવાનું જાણવા મળે છે. બસ્મીલ્લાખાને બજાણા પોલીસમાં ગામના જ યુનુસખાન રસુલખાન જતમલેક, અસલમખાન મામદખાન, જતમલેક તથા અન્ય બે શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પી.એસ.આઈ ડી.જે.ઝાલાએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હુમલા કરનારાઓ પાસે ફાયરિંગ માટે હથિયાર કયાંથી આવ્યું તે સહિતના પ્રશ્નો લોકોમા ચર્ચાઈ રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે.

(11:53 am IST)