Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પોરબંદરની ૬પ૬ બોટોને દરિયામાં જવા માટે મંજૂરીઃ બંદર કાંઠે ૧ નંબરનું સિગ્નલ ઉતારાયું

ફોદાળા જળાશય વિસ્તારમાં ગઇકાલે અર્ધો ઇંચઃ ખંભાળા જળાશયમાં છાંટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. અરબી સમુદ્રમાં બે દિવસ રહેલ લો-પ્રેસરની અસર આજે સવારથી ઓછી થતાં દરિયા શાંત થયેલ છે અને ૬પ૬ બોટોને દરિયામાં માછીમારી માટે શરતી મંજૂરી અપાય છે. બંદરકાંઠે ૧ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે.

ફિશીંગમાં જવા માટે મંજૂરી અપાયેલ ૬પ૬ બોટોમાં પ૦૧ મોટી બોટ તથા ૧પપ નાની બોટ (પીલાણા) છે માછીમારીને ૧ર નોટીકલ એરિયાની અંદર માછીમારી કરવા શરતી મંજૂરી અપાઇ છે.

જિલ્લાના જળાશય વિસ્તારમાં ગઇકાલે આખો દિવસ વાદળીયુ વાતાવરણ  રહયું હતું ફોદારા જળાશય વિસ્તારમાં ગઇકાલે સાંજે અર્ધો ઇંચ વરસાદ તથા ખંભાળા જળાશય વિસ્તારમાં છાંટા પડયા હતાં. પોરબંદર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં ઉકળાટ છે.

(12:50 pm IST)